AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાદગીએ જીત્યા દિલ, ગુરુદ્વારામાં વાસણ ધોતા જોવા મળ્યા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા, VIDEO થઈ રહ્યો છે Viral

Parineeti Chopra At Golden Temple : પરિણીતી અને રાઘવ બંને પંજાબી પરિવારમાંથી આવે છે. બંનેએ આ વર્ષે 13 મેના રોજ સગાઈ કરી હતી. અહેવાલો છે કે આ કપલ આ વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે લગ્ન કરી શકે છે.

સાદગીએ જીત્યા દિલ, ગુરુદ્વારામાં વાસણ ધોતા જોવા મળ્યા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા, VIDEO થઈ રહ્યો છે Viral
Parineeti Chopra
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 8:32 AM
Share

Parineeti Chopra At Golden Temple : બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા તાજેતરમાં જ તેના ફિયાન્સ અને AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે અમૃતસર ગઈ હતી. અહીં અભિનેત્રીએ સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. કપલની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

અમૃતસરના આ પ્રખ્યાત ગુરુદ્વારામાંથી એક વીડિયો હવે સામે આવ્યો છે. આ વીડિયોમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સેવા આપતા જોવા મળે છે. આ બંને ગુરુદ્વારામાં વાસણો ધોઈ રહ્યા છે. આ કપલની સાદગી અને ઉદારતા જોઈને ચાહકો પણ તેમના વખાણ કરતા થાકતા નથી.

આ પણ વાંચો : Parineeti Raghav Photo : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈની Exclusive Photos, અકાલ તખ્તના જત્થેદાર પણ સામેલ

પરિણીતીએ મહિલાઓ સાથે કરી ગપસપ

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાને જોઈ શકો છો. બંને સામાન્ય લોકોની જેમ વાસણો ધોતા જોવા મળે છે. રાઘવ હાથમાં થાળી લઈને વાસણ ધોઈ રહ્યો છે. તે જ સમયે પરિણીતી મહિલાઓ સાથે ગપસપ કરતી વખતે વાસણો પણ સાફ કરી રહી છે. આ કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. બોલિવૂડ સ્ટાર પરિણીતીની આ સ્ટાઈલ જોઈને દરેક લોકો દંગ રહી જાય છે. તે જ સમયે ઉચ્ચ સુરક્ષામાં ફરતા AAP નેતા રાઘવ ચઢ્ઢા પણ પોતાની સાદગીથી બધાના દિલ જીતી રહ્યા છે.

જુઓ Viral video

(credit Source : Viral Bhayani)

સાદગીએ લોકોના દિલ જીત્યા

આ કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. બોલિવૂડ સ્ટાર પરિણીતીની આ સ્ટાઈલ જોઈને દરેક લોકો દંગ રહી જાય છે. તે જ સમયે, ઉચ્ચ સુરક્ષામાં ફરતા AAP નેતા રાઘવ ચઢ્ઢા પણ પોતાની સાદગીથી બધાના દિલ જીતી રહ્યા છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી 1 જુલાઈએ પંજાબના અમૃતસરની મુલાકાતે ગયા હતા. બંનેએ સફેદ રંગના એથનિક કપડાં પહેર્યા હતા. લગ્ન પહેલા બંનેએ સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું હતું. આ સાથે દંપતીએ તેમના સફળ દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરીને બાબાના આશીર્વાદ પણ લીધા હતા.

પરિણીતી અને રાઘવ બંને પંજાબી પરિવારમાંથી આવે છે. બંનેએ આ વર્ષે 13 મેના રોજ સગાઈ કરી હતી. અહેવાલો છે કે આ કપલ આ વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે લગ્ન કરી શકે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">