Corona vaccination: દેશમાં વેક્સિનેશની કામગીરી પૂરજોશમાં, આંકડો 161 કરોડને પાર પહોંચ્યો

|

Jan 22, 2022 | 1:10 PM

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 161.16 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Corona vaccination: દેશમાં વેક્સિનેશની કામગીરી પૂરજોશમાં, આંકડો 161 કરોડને પાર પહોંચ્યો
Corona Vaccination (File Photo)

Follow us on

Corona vaccination: દેશમાં ફરી એક વાર કોરોનાએ (Corona) માથુ ઉંચક્યુ છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના (Health Ministry) ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 161.16 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ટેસ્ટ પણ વધારવામાં આવ્યા છે. કોવિડ -19 ના પરીક્ષણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં 71.34 કરોડ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,60,954 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કોરોનાના વધતા કેસે વધારી ચિંતા

શનિવારે દેશમાં કોરોનાના 3,37,704 નવા કેસ નોંધાયા છે અને 488 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 21,13,365 થઈ ગઈ છે, જે કુલ કેસના 5.43 ટકા છે.જ્યારે રિકવરી રેટ 93.31 ટકા પર પહોંચ્યો છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 2,42,676 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, આ સાથે કુલ આંકડો 3,63,01,482 પર પહોંચ્યો છે. ઓમિક્રોનના અત્યાર સુધીમાં 10,050 કેસ મળી આવ્યા છે, જેમાં સોમવારની સરખામણીમાં 3.69 ટકાનો વધારો થયો છે.

રાજ્યોમાં કોરાના રસીના 12.79 કરોડ ડોઝ ઉપલબ્ધ

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી મફત અને સીધી રાજ્ય સરકારની પ્રાપ્તિ ચેનલો દ્વારા રાજ્યોને રસીના 160.58 કરોડ થી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલમાં કોવિડ-19 રસીના 12.79 કરોડ થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે, જેનું સંચાલન થવાનુ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રસીકરણથી દેશને ફાયદો થયો

AIIMSના મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ.નીરજે જણાવ્યુ છે કે રસીકરણથી દેશને ફાયદો થયો છે. રસીકરણને કારણે ઓમિક્રોન વેરિઅન્ટ હળવા લક્ષણોવાળું સાબિત થયુ છે. ઘણા રાજ્યોમાંથી મળેલા આંકડાઓથી એ વાતની પુષ્ટિ થઈ છે કે જેમણે રસી લીધી ન હતી તેમને કોરોનાએ ગંભીર રીતે અસર કરી છે. જો કે, જે રાજ્યોમાં રસીકરણની ગતિ ધીમી છે, ત્યાં તેમણે કામગીરી વધારવા સૂચના આપી છે.

આ પણ વાંચો : કોરોનાની રોકેટ રફ્તાર : છેલ્લા 24 કલાકમાં 3.37 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત, આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ

Next Article