કોરોનાની રોકેટ રફ્તાર : છેલ્લા 24 કલાકમાં 3.37 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત, આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોનાએ ફરી એક વાર માથુ ઉંચક્યુ છે. શનિવારે દેશમાં કોરોના વાયરસના 3,37,704 નવા કેસ નોંધાયા છે અને 488 દર્દીઓના મોત થયા છે.

કોરોનાની રોકેટ રફ્તાર : છેલ્લા 24 કલાકમાં 3.37 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત, આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ
Increase Corona cases in india (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 11:01 AM

Corona Update : સમગ્ર દેશમાં કોરોના વાયરસે (Corona Virus) હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સંક્રમિતોની સંખ્યા 3 લાખને પાર પહોંચી ગઈ છે. શનિવારે દેશમાં કોરોના વાયરસના 3,37,704 નવા કેસ નોંધાયા છે અને 488 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Central Health Ministry) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 21,13,365 થઈ ગઈ છે, જે કુલ કેસના 5.43 ટકા છે. જ્યારે રિકવરી રેટ પણ વધીને 93.31 ટકા પર પહોંચ્યો છે.

કોરોનાનો અજગરી ભરડો

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,42,676 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, આ સાથે કુલ સાજા થનાર દર્દીઓનો આંકડો 3,63,01,482 પર પહોંચ્યો છે. ઉપરાંત ઓમિક્રોનના અત્યાર સુધીમાં 10,050 કેસ મળી આવ્યા છે, જેમાં શુકર્વાર કરતા 3.69 ટકાનો વધારો થયો છે. હાલમાં, દૈનિક પોઝિટિવિટી રેટ 17.22 ટકા છે અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 16.65 ટકા છે.

માહિતી અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 161.16 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમજ જો કોવિડ -19 ના પરીક્ષણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં 71.34 કરોડ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,60,954 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

વેક્સિનેશનને વધારવા માટે પ્રયત્નો

આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વિસ્તારવામાં અને લોકોને રસી આપવાની ગતિને વેગ આપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી મફત અને સીધી રાજ્ય સરકારની પ્રાપ્તિ ચેનલો દ્વારા રાજ્યોને રસીના 160.58 કરોડ (1,60,58,13,745) થી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કોરોનાની અવિરત ગતિ ક્યારે અટકશે ?

દેશમાં સંક્રમિતોની સંખ્યા 7 ઓગસ્ટ 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને વટાવી ગઈ હતી.ઉપરાંત દેશમાં 16 સપ્ટેમ્બર 2020ના રોજ કુલ કેસ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બર 2020ના રોજ 90 લાખને પાર કરી ગયા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021ના રોજ, ત્રણ કરોડને વટાવી ગઈ હતી.ત્યારે હાલ ફરીએક વાર દેશમાં કોરોના સંક્રમણ વધતા તંત્રની ચિંતા વધી છે.

આ પણ વાંચો : PM મોદી આજે અનેક જિલ્લાના ડીએમ સાથે વાતચીત કરશે, સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના ફીડબેક લેશે

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">