Viral Video : ઘર બળીને ખાખ થઈ ગયુ, છતા બિલાડીને જીવતી જોઈને ઝુમી ઉઠ્યા આ દાદા !

|

Jan 15, 2022 | 3:38 PM

હાલમાં એક ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં દાદા જે રીતે બિલાડીને જોઈને ખુશ થઈ જાય છે તે જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

Viral Video : ઘર બળીને ખાખ થઈ ગયુ, છતા બિલાડીને જીવતી જોઈને ઝુમી ઉઠ્યા આ દાદા !
old man emotional video viral

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર પાલતુ પ્રાણીઓના વીડિયો (Animals video)વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે.સામાન્ય રીતે કૂતરા અને બિલાડી (Cat) બે એવા પ્રાણીઓ છે, જેને સૌથી વધુ લોકો પાળે છે. તેનું કારણ એ છે કે બિલાડીઓ જોવામાં ખૂબ જ ક્યૂટ હોય છે, જ્યારે કૂતરાઓ વફાદાર હોવાને કારણે તેને પાળતા હોય છે.

આ પાલતુ પ્રાણીઓ માટે તેના માલિકો કંઈ પણ કરતા હોય છે.આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પોતાની પાલતુ બિલાડીને જીવતી જોઈને ખુબ ખુશ જોવા મળે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બિલાડીને જીવતી જોઈને ખુશીથી રડી પડ્યા દાદા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાતા વૃદ્ધનું ઘર સંપૂર્ણપણે બળી ગયું છે. આ ઉપરાંત આસપાસના મકાનો પણ બળી ગયેલા જોવા મળે છે. પરંતુ વૃદ્ધ માણસ તેના ઘરના સળગી જવાથી દુઃખી થતુ નથી, પરંતુ તે આગમાંથી તેની પાલતુ બિલાડીને જીવતી જોઈને તે ખુબ આનંદિત થઈ જાય છે. વીડિયોમાં તેની ખુશી જોઈ શકાય છે કે કેવી રીતે તે બિલાડીને તેની છાતી પર વળગાડીને રડતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં ફાયર ફાઈટર આગ ઓલવતા જોઈ શકાય છે.

જુઓ વીડિયો

ઈમોશનલ વીડિયો થયો વાયરલ

માત્ર 44 સેકન્ડનો આ વીડિયો ખૂબ જ ઈમોશનલ છે. આ ઈમોશનલ વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ(susanta Nanda )પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરીને લખ્યુ કે, ‘તેમનું ઘર સંપૂર્ણપણે બળી ગયુ છે, પરંતુ તે પોતાની પાલતુ બિલાડીને જીવતી જોઈને ખુશીથી રડે છે’.

આ વીડિયોને અત્યાર સુધીમાં 43 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 4 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે, ‘પ્રેમ શબ્દહીન છે’, જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ કરી છે, ‘ નિઃસ્વાર્થ પ્રેમ અને સંબંધ’.આ ઉપરાંત અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા(Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral: પાયલટે હેલિકોપ્ટરથી કંઈક એવી રીતે કરી સફાઈ કામદારની મદદ, જુઓ આ વીડિયો

Next Article