AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અહીં મળી રહી છે ’24 કેરેટ ગોલ્ડ’ ફોઈલથી ઢંકાયેલી આઈસક્રીમ, જોઈને કહેશો વાહ !

ગોલ્ડ પ્લેટેડ ફૂડ આજકાલ ખૂબ ચર્ચામાં છે. અત્યાર સુધી આપણે ખૂબ જ મોંઘા ગોલ્ડ પ્લેટેડ મોમોઝ, વડાપાવ અને મીઠાઈ પણ જોયા છે. ત્યારે હાલ માર્કેટમાં ગોલ્ડ ફોઈલથી ઢંકાયેલો આઈસક્રીમ માર્કેટમાં આવી ગયો છે.

અહીં મળી રહી છે '24 કેરેટ ગોલ્ડ' ફોઈલથી ઢંકાયેલી આઈસક્રીમ, જોઈને કહેશો વાહ !
Image Source - Instagram Story by abhinavjeswani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 9:24 PM
Share

આપણે ભારતમાં કાજુ કતરી જેવી ઘણી મીઠાઈઓ ચાંદીના વરખથી તૈયાર કરવામાં આવે છે. જોકે, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં એક સ્વીટ જોવા મળી રહી છે, જેને ચાંદીના બદલે સોનાના વરખથી કોટેડ કરવામાં આવી છે. હૈદરાબાદમાં હુબર એન્ડ હોલી નામના કાફેમાં આ આઈસ્ક્રીમ ભવ્ય રીતે સર્વ કરવામાં આવે છે. આ આઈસ્ક્રીમની કિંમત 500 રૂપિયા છે અને તેના પર એડીશનલ ટેક્સ લાગે છે.  ઇન્સ્ટાગ્રામ યુઝર @abhinavjeswani દ્વારા અપલોડ કરાયેલા તાજેતરના વિડિયોમાં, અમે એક માણસને આ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ બનાવતા જોઈ શકીએ છીએ.  વિડિયોની શરૂઆત દુકાનદાર ચોકલેટ કોનમાં આઈસ્ક્રીમ નાખીને કરે છે. પછી તે તેના પર સોનાની શીટ મૂકે છે અને તેના પર થોડી ચેરી મૂકે છે.

જ્યારથી આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે ત્યારથી તેને 2.9 મિલિયન વખત જોવામાં આવ્યો છે, તેના પર 230k લાઈક્સ અને સેંકડો કોમેન્ટ આવી ચુકી છે! ઘણાએ તેને સ્વાદિષ્ટ ગણાવ્યું, અને કેટલાકે આ આઈસ્ક્રીમને અજમાવવાની ઈચ્છા વ્યક્ત કરી. તે જ સમયે, અન્ય ઘણા લોકોએ પણ ટિપ્પણી કરી હતી કે આ આઈસ્ક્રીમની કિંમત ઘણી વધારે છે જે તે યોગ્ય નથી.

એક યુઝરે લખ્યું, “આ 24k સોનાના નામે લોકોને લૂંટી રહ્યો છે.” અન્ય એક વ્યક્તિએ કહ્યું, “માત્ર એક સોફ્ટી માટે 500 રૂપિયા? આ ખૂબ જ વધારે છે.” કેટલાક લોકોએ એવું પણ કહ્યું છે કે સોનાના કામનો વધુ પડતો વપરાશ સ્વાસ્થ્ય માટે “હાનિકારક” હોઈ શકે છે.

લોકોને ઈન્ટરનેટ પણ ખાવાની વસ્તુ જોવાનું પસંદ કરતા હોય છે. ત્યારે વાયરલ થઈ રહેલા લેટેસ્ટ ટ્રેન્ડમાંથી એક ગોલ્ડ પ્લેટેડ ફૂડ પણ છે. અત્યાર સુધી આપણે ખૂબ જ મોંઘા ગોલ્ડ પ્લેટેડ મોમોઝ, વડાપાવ અને મીઠાઈ પણ જોયા છે. ત્યારે આ લીસ્ટમાં હવે આઈસક્રીમનું નામ પણ ઉમેરાઈ ગયુ છે.

આ પણ વાંચો : આ 10 વર્ષીય કરોડપતિ છોકરી બે કંપનીઓની માલિક છે, 15 વર્ષની ઉંમરે થઈ શકે નિવૃત્ત

g clip-path="url(#clip0_868_265)">