OMG ! આ મહિલાએ રિક્ષાવાળાના નામે કરી 1 કરોડની પ્રોપર્ટી, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
દુનિયામાં એવા ઘણા લોકો હોય છે જે નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે અને ઘણી વખત આ લોકોને તેમની સેવાનું ફળ એવી રીતે મળે છે કે દુનિયા જોતી રહી જાય છે. તાજેતરના દિવસોમાં ઓડિશામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

Viral : આજકાલ એક ઘટનાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે.ઓડિશામાં એક વૃદ્ધ મહિલાએ એક ગરીબ પરિવારને 25 વર્ષની મદદનું અનોખુ ઈનામ આપ્યુ. જે દુનિયાની નજરમાં એક ઉદાહરણ બની ગયું. ઓડિશાના (Odisha) કટકમાં એક 63 વર્ષીય મિનાતી પટનાયક મહિલાએ તેની જીવનભરની કમાણી એક રિક્ષાચાલકના નામે કરી આપતા સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે.
આ કારણે કરોડોની સંપતિ આપી….
તમને જણાવી દઈએ કે, વૃદ્ધ મહિલાએ આવું એટલા માટે કર્યું. કારણ કે રિક્ષાચાલકે અને તેના પરિવારે આ મહિલાને જીવનની દરેક મુશ્કેલીમાં સાથ આપ્યો છે, તેને એક ક્ષણ માટે પણ એકલતા અનુભવવા દીધી નથી. જેના કારણે મિનાતી પટનાયકે પોતાનું ત્રણ માળનું મકાન રિક્ષા ચાલકના (Rickshaw driver)નામે ટ્રાન્સફર કર્યુ છે. આ ઉપરાંત તેની કિંમતી ચીજ વસ્તુઓ પણ તેણે આ રિક્ષાચાલકને સોંપી દીધી છે.
Odisha: A 63-year-old widow has donated all her properties worth about Rs 1 crore to a rickshaw puller in Cuttack
“After my husband & daughter died in quick succession, Budha Samal & his family have been taking care of me so I’m giving him my properties,” Minati Patnaik says pic.twitter.com/9djGEnn8jn
— ANI (@ANI) November 14, 2021
બે ભયાનક દુર્ઘટનાઓએ કારણે આ વૃદ્ધ મહિલા અંદરથી તુટી ગઈ હતી
મિનાતીએ જણાવ્યું હતુ કે, તેના પતિ કૃષ્ણ કુમારને કેન્સર (Cancer) હતું અને ગયા વર્ષે જુલાઈમાં તેમનું અવસાન થયું, તેથી તેમના જીવનનો એકમાત્ર આધાર તેમની પુત્રી હતી. તે આ વર્ષે જાન્યુઆરીમાં પણ આગની ઝપેટમાં આવી હતી અને બાદમાં હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું હતું. એક વર્ષથી ઓછા સમયમાં બે ભયાનક દુર્ઘટનાઓએ કારણએ આ વૃદ્ધ મહિલા અંદરથી તુટી ગઈ હતી.આવા સમયે આ પરિવારે ક્યારેય તેનો સાથ ન છોડ્યો.
આ મહિલા હદયરોગ અને હાયપર ટેન્શનની દર્દી છે
વધુમાં મિનાતીએ (Minaati) કહ્યુ કે, હું હદયરોગ અને હાયપર ટેન્શનની (Hyper Tension) દર્દી છું, પરંતુ આ પરિવારના બાળકોએ મને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરી.તેઓએ મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું અને આજે પણ તેઓ મારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરે છે.
આ પણ વાંચો: Funny Video: ચોરી બાદ ચોરની કેમેરા પર પડી નજર, આ પછી કરવા લાગ્યો બ્રેક ડાન્સ