Shocking Video : Bungee Jumping કરી રહી હતી મહિલા ને થઇ ગયો ભયાનક અકસ્માત, રૂવાડા ઉભા કરતો વીડિયો થયો વાયરલ
Viral Video : બંજી જમ્પિંગ કરતા પહેલા, સ્ટાફ તેમની હાર્નેસ તપાસી રહ્યો છે. આ પછી, ઇવેજેનિયા કૂદકો લગાવે છે, પરંતુ તેની સાથે દુખદાયક અકસ્માત થાય છે.
બંજી જમ્પિંગ (Bungee Jumping) જેવી રોમાંચક પ્રવૃત્તિ કરવી દરેક માટે નથી. પરંતુ ઘણા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ આ શોખ પૂરો કરે છે. જોકે, ક્યારેક તેમનો આ શોખ તેમના પર ભારે પડી જાય છે. અત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંજી જમ્પિંગ દરમિયાન એક મહિલા દર્દનાક અકસ્માતનો શિકાર બની હતી. થોડા સમય પછી તે મૃત્યુ પામી. આ વીડિયો કઝાકિસ્તાનનો (Kazakhstan) છે, જે જોયા પછી તમારા પણ રુવાડા ઉભા થઇ જશે.
વેબસાઇટ મેટ્રોના અહેવાલ મુજબ, કઝાકિસ્તાનમાં રહેતી 33 વર્ષીય યેવજેનિયા લિયોંટીવા (Yevgenia Leontyeva) તેના પતિ અને મિત્રો સાથે કારાગાંડા (Karaganda) શહેરની એક હોટલમાં ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ હોટલની છત પર બંજી જમ્પિંગ એડવેન્ચર ગેમ છે. 3 બાળકોની માતા યેવજેનિયાને આ સાહસ પસંદ હતુ. વાયરલ વીડિયો ક્લિપમાં, તમે જોઈ શકો છો કે યેવજેનિયા 80 ફૂટની ઉંચાઈ પર છત પર ઉભી છે. તે જ સમયે, બંજી જમ્પિંગ કરતા પહેલા, સ્ટાફ તેમની હાર્નેસ તપાસી રહ્યો છે. આ પછી, યેવજેનિયા કૂદકો લગાવે છે, પરંતુ તેની સાથે દુખદાયક અકસ્માત થાય છે.
🇰🇿 #Kazajistán Bungee mortal: madre de 3 niños muere tras caer 24 metros con la cuerda de protección sin atadura Yevgenia Leontyeva, de 33 años, falleció cuando se lanzó desde la azotea del hotel #Karaganda en un evento de deporte extremo. pic.twitter.com/SWlPhE4b4I
— MCN Noticias (@mcn24H) October 12, 2021
યેવજેનિયાના પતિને ખ્યાલ પણ નહોતો કે તે કેમેરામાં પોતાની પત્નિનો જે વીડિયો તે શૂટ કરી રહ્યો છે તે તેના જીવનનો છેલ્લો બંજી જમ્પિંગ વીડિયો સાબિત થશે. યેવજેનિયાના હાર્નેસમાં કંઈક પ્રોબ્લેમ હતો. જેના કારણે કૂદ્યા બાદ હવામાં લટકવાને બદલે તે સીધી જમીન પર પડી ગઈ. પછી પડતી વખતે તે એક દિવાલ સાથે ટકરાઈ. આ જોઈને નીચે ઉભેલા લોકો તેની તરફ દોડ્યા. યેવજેનિયાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં સર્જરી દરમિયાન તેનું મોત થયું હતું.
આ દર્દનાક અકસ્માત બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે તે માત્ર અકસ્માત છે કે હત્યા. તે જ સમયે, બંજી જમ્પિંગના આયોજકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે નબળા હાર્નેસની અવગણના કરવામાં આવી હતી. આ અકસ્માત બેમાંથી એક દોરડાને તોડવાને કારણે થયો હતો.
આ પણ વાંચો –
SURAT : વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ, 7 વિદ્યાર્થીઓ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા
આ પણ વાંચો –