Viral: ‘ટેડી બિયર’ને જોઈ અસલી વાંદરો એવો તો ભાગ્યો કે પાછુ વળીને ન જોયું, જુઓ આ ફની વીડિયો
આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામથી શેર કરવામાં આવ્યો છે, જેના પર અત્યાર સુધીમાં 6 લાખ 57 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
તમે વાંદરાઓ તો જોયા જ હશે. તેમની દુનિયા ખૂબ જ રમુજી છે. આખો દિવસ તેઓ અહીં-તહીં કુદતા રહે છે જો કે ઘણા વાંદરાઓ પણ હંગામો મચાવતા જોવા મળે છે અને આવી સ્થિતિમાં લોકોને તેમના કારણે ઘણી સમસ્યાઓ પણ થાય છે. સોશિયલ મીડિયા (Social Media) ફની વીડિયો (Funny Viral Video)થી ભરેલું છે, જ્યાં દરરોજ હજારો વીડિયો જોવા મળે છે અને અપલોડ કરવામાં આવે છે અને તેમાં વાંદરાઓ (Monkey Viral Videos)ના વીડિયોનો સમાવેશ થાય છે.
આવો જ એક ફની વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વાંદરો વાહનો પર કૂદતો જોવા મળે છે, પરંતુ એક કારની અંદર તે કંઈક એવું જુએ છે જેનાથી તે ડરી જાય છે અને તરત જ કારની ઉપરથી નીચે કૂદી પડે છે. આ વીડિયો ખૂબ જ ફની છે, જેને જોઈને તમે તમારું હાસ્ય રોકી નહીં શકો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો મસ્તીમાં કારની ઉપર ચાલી રહ્યો છે અને ચાલતી વખતે કારની બાજુના કાચ પર આવીને ઊભો રહે છે. તે ત્યાંથી આજુબાજુ જોઈ રહ્યો છે જ્યારે કારની અંદર બેઠેલી એક બાળકી તેને એક ટેડી રીંછ બતાવવાનું શરૂ કરે છે. પહેલા તો વાંદરો અહીં-ત્યાં જોતો રહે છે, પરંતુ જેવી તેની નજર ટેડી પર પડે છે, તે ડરી જાય છે અને તરત જ ડરના માર્યા કાચની ઉપરથી નીચે કૂદી પડે છે અને ત્યાંથી નીકળી જાય છે.
Oops.. 😂 pic.twitter.com/bXgRWtyoIy
— Buitengebieden (@buitengebieden_) January 30, 2022
આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામથી શેર કરવામાં આવ્યો છે, જેના પર અત્યાર સુધીમાં 6 લાખ 57 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 15 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની કમેન્ટ્સ પણ કરી છે.
એક યુઝરે મજાકમાં લખ્યું કે, ‘આ સજ્જનને જુઓ’, જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે ટેડી અસલી વાંદરાને ડરાવે છે. તેવી જ રીતે અન્ય ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ ફની કોમેન્ટ્સ કરી છે. આ વીડિયો ખરેખર ખૂબ જ ફની છે, જેને જોઈને તમે ચોક્કસ હસીને લોટપોટ થઈ જશો.
આ પણ વાંચો: Viral: શખ્સે સ્કૂટીના સાઈલેન્સરમાં તૈયાર કર્યા પોપકોર્ન, યુઝર્સ બોલ્યા ‘આજ જોવાનું બાકી રહી ગયું હતું’
આ પણ વાંચો: કેટલી છે આખી પૃથ્વી અને બ્રહ્માંડના અન્ય ગ્રહોની કિંમત? કોણ ખરીદી શકે છે તેને