Viral: વાંદરાની ચાલાકી આગળ વાઘની તાકાત રહી ફેલ, લોકોએ કહ્યું આ તો છે કુદરતનો કમાલ

આ વીડિયો ખરેખર ખાસ છે કારણ કે આ વીડિયો ખૂબ જ સ્પેશિયલ છે. અને આપણને શીખવા મળે છે કે શક્તિ ક્યારેય મનની તાકત આગળ ચાલતી નથી. ત્યારે લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

Viral: વાંદરાની ચાલાકી આગળ વાઘની તાકાત રહી ફેલ, લોકોએ કહ્યું આ તો છે કુદરતનો કમાલ
Monkey Defeat tiger (Image Credit Source: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 7:22 AM

આજકાલ સોશિયલ મીડિયા (Social Media)નો જમાનો છે. ત્યારે ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં અમુક ફની હોય છે તો અમુક સંવેદનશીલ હોય છે, ખાસ કરીને વાઇલ્ડ લાઇફને લગતા વીડિયો જે લોકોને ખૂબ પસંદ આવે છે. હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, જો કે તમને વાઘની હિંમત અને વાંદરાની ચાલાકીના ઘણા વીડિયો (Monkey Funny Video)જોવા મળશે, પરંતુ આ વીડિયો ખરેખર ખાસ છે કારણ કે આ વીડિયો ખૂબ જ સ્પેશિયલ છે. આને આપણને શીખવા મળે છે કે શક્તિ ક્યારેય મનની તાકત આગળ ચાલતી નથી.

તમામ પ્રાણીઓમાં વાંદરાને સૌથી હોશિયાર અને તોફાની માનવામાં આવે છે અને કદાચ આ વીડિયો જોયા પછી તમને પણ વાંદરાની ચાલાકી પર વિશ્વાસ આવી જશે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વાઘ ઝાડ પર ચઢીને વાંદરાને મારવાનો પ્રયાસ કરે છે પરંતુ વાંદરો પોતાની ચાલાકીથી વાઘને હરાવી દે છે. વાઘ જ્યારે આગળ વધે છે ત્યારે વાંદરો અદ્ભુત દાવપેચ અપનાવે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાઘ વાંદરાનો શિકાર કરવા માટે ઝાડ પર ચઢે છે, પરંતુ ચાલાક વાંદરો ઝાડની મજબૂત ડાળીઓ છોડીને પાતળી ડાળી પર લટકી જાય છે, હવે બિચારો વાઘ અથાક પ્રયત્નો કરવા છતાં પણ વાંદરા સુધી પહોંચી શકતો નથી. પરંતુ જ્યાં વાઘ પણ હાર માની રહ્યો હતો ત્યાં તે પણ વાંદરાનો શિકાર કરવા ઝાડ પર આગળ વધે છે અને તેને પકડવાની કોશિશ કરવા લાગે છે. તેની બધી યુક્તિઓ નિષ્ફળ જોઈને વાઘ કૂદીને વાંદરાને પકડવા માંગે છે, એટલે જ તે નીચે પડી જાય છે. ડાળી પરથી તે કૂદી પડે છે પણ વાંદરો ત્યાંથી ભાગી જાય છે અને આ દરમિયાન વાઘ જમીન પર પડી જાય છે.

આ ફની વીડિયોનો વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ લોકો વાંદરાની બુદ્ધિમત્તાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વાઘને ભૂખ્યું રહેવું પડ્યું, વાંદરાને મળ્યું નવું જીવન..! ત્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો જોયા પછી, હું મારા હાસ્યને રોકી શકતો નથી.’ આ વીડિયોને દોઢ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વડાપ્રધાન જ્યારે વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશન પહોંચ્યા ત્યારે મધરાતે કાશીના રસ્તાઓ પર મોદી-મોદીના નારા ગુંજી ઉઠ્યા

આ પણ વાંચો: Ahmedabad: હોળી-ધૂળેટીનો તહેવાર નજીક હોવાથી કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સતર્ક, ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં હાથ ધર્યુ ચેકિંગ

g clip-path="url(#clip0_868_265)">