Ahmedabad: હોળી-ધૂળેટીનો તહેવાર નજીક હોવાથી કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સતર્ક, ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં હાથ ધર્યુ ચેકિંગ
આગામી દિવસોમાં આવતા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને હેલ્થ વિભાગ એક્ટિવ બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે હોળી ધૂળેટી પહેલા મીઠાઈ અને ફરસાણના વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું
હોળી-ધૂળેટીના (Holi Festival) તહેવારને હવે ખૂબ જ ઓછા દિવસો બાકી છે. તહેવાર નજીક હોવાથી આરોગ્ય વિભાગ (health department) હવે ઠેર-ઠેર મીઠાઇની દુકાનોમાં (sweet’s Shop) ચેકિંગ હાથ ધરી રહ્યું છે. એવામાં મીઠાઇ અને ફરસાણની દુકાનો પર દરોડા પાડી આરોગ્ય વિભાગ અખાદ્ય ચીજોનો નાશ કરી રહ્યું છે. તાજેતરમાં જ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી સેમ્પલ લીધા છે.
આગામી દિવસોમાં આવતા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને હેલ્થ વિભાગ એક્ટિવ બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે હોળી ધૂળેટી પહેલા મીઠાઈ અને ફરસાણના વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. તેમજ બટર અને સ્નેક્સ, ટોમેટો કેચઅપ, ટોપિંગ સહિતની વસ્તુઓના સેમ્પલ લેવાયા હતા. ફરસાણ અને મિઠાઈના વેપારીઓના કુલ 16 એકમો પરથી અલગ અલગ સેમ્પલો લેવાયા હતા. છેલ્લા બે મહિનામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અલગ અલગ દુકાનોમાંથી 280 સેમ્પલ લીધા છે. જેમાંથી 11 અપ્રમાણિક અને 189 સેમ્પલો પ્રામાણિક આવ્યા હતા. બાકીના સેમ્પલના પરિણામ હજુ બાકી છે.
હોળી અને ધૂળેટીના તહેવારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે અને ફરસાણ અને મીઠાઇની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યુ છે. જો કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ પણ વાંચો-
Ahmedabad : કબૂતરબાજી રેકેટમા વધુ નવા ખુલાસા, રેકેટનો માસ્ટર માઇન્ડ ચંદ્રજીતસિંહ હજુ ફરાર
આ પણ વાંચો-