AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : આલા આ તો શું… ! આવું કંઈક હોય ખરું ? માણસ 220 કરોડ રૂપિયાની સર્જરી કરાવી બન્યો ‘કૂતરો’ – જુઓ Video

સોશિયલ મીડિયા પર 26 વર્ષના એક મિલિયોનેર બિઝનેસમેનનો દાવો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે કૂતરા જેવો દેખાવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હોવાનું કહેવાય છે. જાણો આ વાયરલ દાવાની વાસ્તવિકતા.

Viral Video : આલા આ તો શું... ! આવું કંઈક હોય ખરું ? માણસ 220 કરોડ રૂપિયાની સર્જરી કરાવી બન્યો 'કૂતરો' - જુઓ Video
| Updated on: Aug 08, 2026 | 5:04 PM
Share

સોશિયલ મીડિયા પર હાલમાં એક અત્યંત ચોંકાવનારો અને વિચિત્ર દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલી પોસ્ટ અને વીડિયો અનુસાર, ‘જેસન’ (Jaso/Jason) નામના એક 26 વર્ષના અબજોપતિ (મિલિયોનેર) બિઝનેસમેને કૂતરા જેવો દેખાવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો છે. આ દાવો અને તેની સાથે જોડાયેલા વીડિયોએ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા અને વિવિધ પ્રતિક્રિયાઓ જગાવી છે. જોકે, આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર કે સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. સોશિયલ મીડિયા પર લોકો આ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તેને અંગત પસંદગી ગણાવી રહ્યા છે, તો મોટાભાગના લોકો આ નિર્ણયને ચોંકાવનારો અને અત્યંત વિચિત્ર ગણાવી રહ્યા છે.

$2.7 મિલિયન ડોલરનો ખર્ચ કર્યાનો દાવો

વાયરલ રિપોર્ટ્સ અને પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે 26 વર્ષના મિલિયોનેર જેસને કૂતરાના રૂપમાં રૂપાંતરિત થવા માટે સર્જરીઓ પર 2.7 મિલિયન ડોલર (લગભગ 220 કરોડ રૂપિયા) નો અકલ્પનીય ખર્ચ કર્યો છે. એક શ્રીમંત બિઝનેસમેનમાંથી કૂતરા જેવી લાઈફસ્ટાઈલ જીવવાની તેની આ કથિત ઈચ્છાએ આખી દુનિયાના નેટીઝન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વીડિયોમાં વ્યક્તિ ખૂબ જ વાસ્તવિક (Realistic) કૂતરાના અવતારમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ કોસ્ટ્યુમ અને મેકઓવર પાછળની મહેનત અને કારીગરીના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ આટલી મોટી રકમ ખર્ચવાના દાવાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સોશિયલ મીડિયા પર બે ભાગમાં વહેંચાયા યુઝર્સ

આ વિચિત્ર ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો મોટો વિષય બની ગઈ છે:

  • ચર્ચા અને સવાલો: અનેક યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ વાર્તા ખરેખર સાચી છે કે પછી માત્ર વ્યુઝ (Views) મેળવવાનો એક પબ્લિસિટી સ્ટંટ છે?
  • અંગત પસંદગી: કેટલાક લોકોનું માનવું છે કે વ્યક્તિગત દેખાવ અને બોડી મોડિફિકેશન એ દરેક વ્યક્તિની પોતાની અંગત પસંદગીનો વિષય છે.
  • પ્લાસ્ટિક સર્જરીની સીમાઓ: બીજી તરફ, મોટાભાગના લોકો આટલા મોટા આર્થિક ખર્ચ અને કૌતુક સર્જતી કાયાપલટને લઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

વાયરલ દાવાની સત્યતા પર સવાલ

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ વ્યક્તિની સાચી ઓળખ, ખરેખર 2.7 મિલિયન ડોલર ખર્ચાયા છે કે નહીં અને આ ટ્રાન્સફોર્મેશન પાછળની સંપૂર્ણ પરિસ્થિતિઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. હાલ પૂરતું, નિષ્ણાતો અને સોશિયલ મીડિયા યુઝર્સ આને માત્ર એક ‘વાયરલ દાવો’ ગણીને જ જોઈ રહ્યા છે.

2022 માં જાપાનથી પણ સામે આવ્યો હતો આવો જ કિસ્સો

શોખ એ મોટી વસ્તુ છે અને માણસ તેના માટે કંઈ પણ કરી શકે છે. માણસમાંથી પ્રાણી એટલે કે કૂતરો બનવાનો આવો જ એક કિસ્સો વર્ષ 2022 માં પણ ભારે ચર્ચામાં આવ્યો હતો. જાપાનના ‘ટોકો’ (Toco) નામના એક વ્યક્તિએ પ્રાણી બનવાના પોતાના સ્વપ્નને પૂરું કરવા માટે ‘ઝેપેટ’ (Zeppet) નામની પ્રખ્યાત મોડલ મેકિંગ કંપની પાસેથી કૂતરા (કોલી બ્રીડ) નો ખાસ કોસ્ટ્યુમ તૈયાર કરાવ્યો હતો. આ રિયાલિસ્ટિક કોસ્ટ્યુમ બનાવવામાં કંપનીને 40 દિવસનો સમય લાગ્યો હતો અને તેના માટે ટોકોએ આશરે 2 મિલિયન યેન (લગભગ 13 લાખ રૂપિયા) નો ખર્ચ કર્યો હતો. આ કોસ્ટ્યુમ પહેરીને પહેલીવાર જાહેરમાં કૂતરાની જેમ વોક કરવાનો તેમનો વીડિયો પણ સમગ્ર વિશ્વમાં ખૂબ વાયરલ થયો હતો.

નોંધ:

આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો આધારે તૈયાર કરવામાં આવ્યા છે. સમાચારમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે TV9 ગુજરાતી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.

શું છે આ ‘બ્લેક વિડો’ની ખતરનાક રમત…! ઘાયલ સૈનિકો સાથે એકાએક યુવતીઓ કેમ કરી રહી છે લગ્ન ?

Follow Us
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
g clip-path="url(#clip0_868_265)">