Funny Video : સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે.જેમાંના કેટલાક વીડિયો જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને લોકો પણ હસીને લોટ પોટ થઈ જાય છે.આ દિવસોમાં આવો જ એક દુકાનદારનો વીડિયો (Viral Video)સામે આવ્યો છે. આપણે ત્યાં કહેવત છે કે, જેવુ કરો તેવુ ભરો….! વાયરલ થઈ રહેલા આ કહેવત સાર્થક થતી જોવા મળી રહી છે.આ વીડિયોમાં જે રીતે ગ્રાહકને(Customer) તેના કર્મોનુ ફળ મળે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.
ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે પણ લોકો મગફળી ખરીદવા જાય છે ત્યારે તેઓ પહેલા મગફળી ખાઈ છે અને બાદમાં મગફળી તોલતા હોય છે, પરંતુ એવા ઘણા સજ્જનો છે જે દુકાનદારોની આંખમાં ધૂળ નાખીને ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે, પરંતુ કેટલીકવાર દુકાનદાર હોશિયાર હોય છે,જેને કારણે ગ્રાહકની ચોરી પકડાઈ જાય છે.
View this post on Instagram
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મગફળી(Peanut) ખરીદવા દુકાનદાર પાસે પહોંચે છે અને તકનો લાભ લઈને ચૂપચાપ મગફળી પોતાના ખિસ્સામાં નાખે છે, તે વિચારે છે કે તેણે મગફળી વેચનાર સાથે છેતરપિંડી કરી છે પરંતુ આવુ થતું નથી. જ્યારે મગફળીના વેચનારને આ વાતની ખબર પડે છે, તે બીજી તરફ આંગળી ચીંધીને ગ્રાહકને જોવા માટે કહે છે.બાદમાં તે ત્રાજવે તોળેલી મગફળી થોડી નીચે નાખી દે છે. આ રમુજી વીડિયો યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યો છે.
આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી ghanta નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે લખ્યુ કે, દુકાનદારે ગ્રાહકને સારી રીતે પાઠ ભણાવ્યો.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, યમરાજા પણ આવો ન્યાય ન કરી શકે.
આ પણ વાંચો : Video : નાની બાળકીએ નોરા ફતેહીના સોંગ પર કર્યો ગજબનો ડાન્સ, એક્સ્પ્રેશન જોઈને તમે પણ દંગ રહી જશો !
આ પણ વાંચો : Funny Video: કાદવમાં રમી રહ્યા હતા ટેણિયાઓ, અચાનક કંઈક એવુ થયુ કે જોઈને તમને પણ હસવુ આવશે