Viral: શખ્સે મગર સાથે કર્યો હૃદય હચમચાવી નાખે તેવો સ્ટંટ, યુઝર્સે મગર પર દયા ખાતા કહ્યું ‘એને છોડી દો’

Viral: શખ્સે મગર સાથે કર્યો હૃદય હચમચાવી નાખે તેવો સ્ટંટ, યુઝર્સે મગર પર દયા ખાતા કહ્યું 'એને છોડી દો'
Man did amazing stunts with crocodile (Viral Video Image)

થોડીક સેકન્ડનો આ સ્ટંટ વીડિયો ખરેખર હૃદયને હચમચાવી નાખે એવો છે. આ જોયા પછી મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે આ ખરેખર મૂર્ખતાભર્યું કામ છે. જો મગરે માણસને દબોચી લીધો હોત તો કદાચ તે બચી ન શક્યો હોત.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jan 20, 2022 | 3:18 PM

મોતના મુખમાં હાથ નાખે તેવી કહેવત તો તમે સાંભળી જ હશે. હાલ ‘સોશિયલ મીડિયાની દુનિયા’માં વાયરલ (Viral Video) થયેલો એક વીડિયો જોઈને કંઈક એવું જ લાગે છે. વાસ્તવમાં વીડિયોમાં એક વ્યક્તિ મગર (Crocodile)ની સામે એવું કૃત્ય કરે છે, જેને જોયા પછી મોંમા આંગળા નાખી જશો. આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સની ચીસો નીકળી ગઈ છે. માત્ર થોડીક સેકન્ડનો આ વીડિયો ખરેખર હૃદયને હચમચાવી નાખે એવો છે. આ જોયા પછી મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે આ ખરેખર મૂર્ખતાભર્યું કામ છે. જો મગરે માણસને દબોચી લીધો હોત, તો કદાચ તે બચી ન શક્યો હોત.

વાયરલ વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે મગર જમીન પર આરામ કરી રહ્યો છે. ત્યારે દૂરથી વ્યક્તિ કોઈ મસ્તી કરવાના મૂડમાં આવે છે. બીજી જ ક્ષણે તે પોતાનું માથું મગરના જડબાની અંદર મૂકે છે, ફ્લોર પર ફેલાયેલા પાણી પર સરકતો જાય છે. આ નજારો જોઈને કોઈના પણ હૃદયના ધબકારા વધી શકે છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે મગર એક ભયંકર અને વિકરાળ હુમલાખોર છે.

પરંતુ અહીં તેણે કંઈક આવું જ કર્યું. તમે જોઈ શકો છો કે મગરના મોંમાં માથું મૂક્યા પછી આ વ્યક્તિ થોડી સેકન્ડો માટે આડો રહે છે. આ પછી હાથ કેમેરા તરફ બતાવા લાગે છે. સદનસીબે મગરે વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું. અન્યથા કોઈ અનિચ્છનીય બનાવ બની શક્યો હોત.

આ આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર naturescom નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે વીડિયોના સ્લગમાં લખ્યું છે કે ‘જે મિત્રો આ ટ્રાય કરવા માગે છે તેમને ટેગ કરો.’ આ સાથે યુઝરે ફની ઈમોજીનો ઉપયોગ કર્યો છે. જ્યારથી આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, ત્યારથી અત્યાર સુધીમાં હજારો લોકો તેને લાઈક કરી ચૂક્યા છે.

આ વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. દરેક વ્યક્તિની આ ક્રિયાને મૂર્ખ ગણાવી રહ્યા છે. સાથે જ કેટલાક લોકોએ ફની કમેન્ટ્સ પણ આપી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે ‘લાગે છે કે આજે મગરનો ઉપવાસ છે, તેથી તેણે વ્યક્તિને જીવતો છોડી દીધો.’

અન્ય એક યુઝરે કહ્યું કે આ અસલી મગર નથી, પરંતુ ડમી છે. એટલા માટે તેણે વ્યક્તિ પર કોઈપણ રીતે હુમલો કર્યો ન હતો. ઠીક છે, મુદ્દો ગમે તે હોય. પરંતુ આ વીડિયો ખરેખર હૃદયને હચમચાવી નાખે તેવો છે.

આ પણ વાંચો: 7.8 કિલો વજનવાળા વિશ્વના સૌથી મોટા બટાટાનો થશે DNA ટેસ્ટ, વાંચો શા માટે થઈ રહ્યું છે પરિક્ષણ

આ પણ વાંચો: માણસનું જીવન કેટલું બાકી છે આંખોથી જાણી શકાશે, ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ કર્યો દાવો, વાંચો સંપૂર્ણ રિસર્ચ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati