AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સામાન્ય કારને શખ્સે બનાવી દીધી SUV, જુઓ દેશી જુગાડનો આ Viral Video

લોકો નકામી વસ્તુઓને મોડિફાઈ કરી નેકસ્ટ લેવલ સુધી લઈ જાય છે. આ જ કારણ છે કે જ્યારે પણ તેની સાથે જોડાયેલો વીડિયો સામે આવે છે ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ક્યારેક અસંભવ કાર્ય પણ જુગાડથી જ શક્ય બને છે. અત્યારે આવા જ એક જુગાડનો વીડિયો સામે આવ્યો છે.

સામાન્ય કારને શખ્સે બનાવી દીધી SUV, જુઓ દેશી જુગાડનો આ Viral Video
Desi Jugaad Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 7:44 AM
Share

દુનિયામાં એક કરતા વધારે જુગાડુ લોકો છે તેઓ ક્યારે શુ બનાવી દે છે કંઈ કહી ન શકાય. આ લોકો નકામી વસ્તુઓને મોડિફાઈ કરી નેકસ્ટ લેવલ સુધી લઈ જાય છે. આ જ કારણ છે કે જ્યારે પણ તેની સાથે જોડાયેલો વીડિયો સામે આવે છે ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ક્યારેક અસંભવ કાર્ય પણ જુગાડથી જ શક્ય બને છે. અત્યારે આવા જ એક જુગાડનો વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips: જીંદગીમાં બિમારીથી બચવા માટે અપનાવો આ નિયમ, નાની વાતોનું ધ્યાન રાખવાથી રોગ તમારી પાસે નહીં આવે, જુઓ Video

આપણે બધા જાણીએ છીએ કે ‘મારુતિ’ 800 અને ‘અલ્ટો’ વાહનોનો ક્રેઝ એક અલગ સ્તર પર છે. આ તમને દેશના દરેક ખૂણે જોવા મળશે. ઘણા લોકો એવા છે કે જેઓ આ જૂના મોડલને એવી રીતે સંશોધિત કરે છે કે જોનારા જોતા જ રહી જાય. હવે આ વીડિયો તમે જ જુઓ જ્યાં એક વ્યક્તિએ તેની ‘મારુતિ 800’ને SUVમાં કન્વર્ટ કરી છે. આ જુગાડ કાર જોયા પછી તમે પણ દંગ રહી જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મોડિફાઈડ ‘મારુતિ 800’ રસ્તા પર દોડતી જોવા મળે છે. આ કારમાં મોટા ટાયર ફીટ કરવામાં આવ્યા છે. જેના કારણે કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ એટલું વધારે છે કે તેની સામે મોટી SUV પણ ઝાંખી દેખાશે. જો કે તે કેટલી સફળ છે તે જાણી શકાયું નથી, ત્યારે લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ રીલને Instagram પર automobile.memes નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી છે. જેને લાખો લોકોએ જોયો અને તેના પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે, હવે તેને ભારતની સડકો પર લાવો ભાઈ. બીજી તરફ, અન્ય યુઝર કહે છે કે આ જુગાડથી SUV ફેલ થઈ ગઈ. અન્ય એક યુઝરે કમેન્ટ કરી, ‘આ જુગાડે જૂના 800માં પ્રાણ ફૂંક્યા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">