Aadhaar Verification: તમારૂ આધાર કાર્ડ અસલી છે કે નકલી? માત્ર ચાર સ્ટેપ્સમાં આ રીતે કરો વેરિફાઈ
આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેના વિના તમારા ઘણા કામ અટકી શકે છે. તાજેતરમાં નકલી આધારના કેટલાક કિસ્સા સામે આવ્યા છે. તમે તમારા આધાર કાર્ડને આ રીતે વેરિફાઈ કરી શકો છો.
દિલ્હી હાઈકોર્ટે UIDAIને 400 લોકોના નકલી આધાર કેસમાં માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. કેસ રાજધાનીમાં સિવિલ ડિફેન્સ ટ્રેનિંગમાં નકલી આધાર દ્વારા નોંધણી સાથે સંબંધિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આધાર કાર્ડ એક આવશ્યક દસ્તાવેજ બની ગયું છે. સરકારી યોજનાઓનો લાભ લેવો હોય કે બેંકિંગ કામ, આધાર વગર બધું અધૂરું છે. આધાર કાર્ડ (Aadhaar card) એક મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ છે, જે વર્ષ 2009માં જાહેર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં UIDAIએ બજારમાં બનેલા PVCC આધાર કાર્ડ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે નકલી આધારનો મામલો દિલ્હીની કોર્ટમાં પણ પહોંચ્યો છે, આવી સ્થિતિમાં તમે કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને તમારા આધારની ચકાસણી કરી શકો છો. ચાલો જાણીએ આધાર વેરિફાય કરવાની સરળ રીત.
આ રીતે વેરિફાઈ કરો આધાર કાર્ડ
1. સૌ પ્રથમ, તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જવું પડશે. 2. અહીં તમને ઘણા વિકલ્પો દેખાશે, જેમાંથી તમે My Aadhaar પર ક્લિક કરશો. 3. આ પછી, તમારી સામે ઘણી સેવાઓનું લીસ્ટ આવશે, જેમાંથી તમારે આધાર નંબરને વેરિફાય કરવાનું (Verify an Aadhaar number) પસંદ કરવું પડશે.
4. હવે તમારે આધાર કાર્ડ પર આપેલા 12 અંકો દાખલ કરવાના રહેશે અને પછી કેપ્ચા ટાઈપ કરીને Proceed to Verify પર ક્લિક કરો.
આ પછી તમે આગળના પેજ પર પહોંચશો, જેમાં તમારી ઉંમર, જાતિ, રાજ્ય અને મોબાઈલ નંબરની વિગતો હશે. આ રીતે તમે તમારા આધાર કાર્ડની ચકાસણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે નકલી આધાર કેસમાં જસ્ટિસ ચંદ્રધારી સિંહે દિલ્હી સરકારની અરજી સ્વીકારી લીધી છે. અરજીમાં UIDAI પાસેથી આ મામલે તપાસ કરવા માટે આધાર કાર્ડ ધારકોની વિગતો માંગવામાં આવી છે.
રાજ્યની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. અરજી અનુસાર, ફરિયાદીએ DTC દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોમાં માર્શલની ગેરકાયદેસર ભરતી અંગે દિલ્હી સરકારની એન્ટ્રી કરપ્શન બ્રાન્ચને ફરિયાદ કરી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જિલ્લા મેજિસ્ટ્રેટે આધાર બનાવવા માટે 400 થી વધુ લોકોને નકલી પ્રમાણપત્ર આપ્યા હતા.
આ પણ વાંચો: ખેતી સાથે આ વ્યવસાય અપનાવી ખેડૂતો કરી શકે છે સારી કમાણી, જાણો કેવી રીતે
આ પણ વાંચો: Viral: ઠંડીથી બચવા શખ્સે કારમાં જ લગાવી આગ, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘ભારતમાં જ આ શક્ય છે’