AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odd News: આ ફાટેલા સ્વેટરને બ્રાન્ડેડ કંપની વેચી રહી છે એટલા લાખમાં કે ભાવ સાંભળીને જ ઉડી જાય ‘ઠંડી’

સોશિયલ મીડિયા પર આ સ્વેટરની કિંમત સામે આવતા જ યૂઝર્સ તેની મજાક ઉડાવા લાગ્યા. એક યૂઝરે લખ્યુ કે આને પહેર્યા બાદ તમે ભિખારીઓની ગેન્ગમાંથી ભાગેલા સદસ્ય જેવા લાગશો.

Odd News: આ ફાટેલા સ્વેટરને બ્રાન્ડેડ કંપની વેચી રહી છે એટલા લાખમાં કે ભાવ સાંભળીને જ ઉડી જાય 'ઠંડી'
Luxury Brand Balenciaga selling 'distressed' Sweater
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 9:51 PM
Share

Odd News: આજકાલ મોટી મોટી ફેશન બ્રાન્ડ્ઝનું પોતાની પ્રોડક્ટ્સને લઇને ટ્રોલ થવુ સામાન્ય બની ગયુ છે. કેટલીક વાર આ કંપનીઓ જે વસ્તુને લાખોમાં વેચી રહી હોય છે તેને જોઇને તમારા મનમાં થાય છે કે આ તો બજારમાં 200 રૂપિયામાં મળી રહે છે. હાલમાં જ એક એવી બ્રાન્ડ સામે આવી છે જેને જોઇને પણ તમારા મનમાં આવા જ વિચારો આવશે.

Balenciaga નામની એક લગ્ઝરી બ્રાન્ડ પોતાના એક સ્વેટરને લઇને ટ્રોલ થઇ રહી છે. તેણે એક ફાટેલા સ્વેટરને મોંઘી કિંમતમાં વેચવા કાઢ્યુ છે. આ સ્વેટર અને તેની કિંમતને જોઇને લોકો પોતાની આંખો ચોળવા લાગ્યા છે અને વિચારી રહ્યા છે કે આ સપનું તો નથી ને ?

ખરેખર બૈલેંસિયાગાના ડિઝાઇનર્સે પોતાના ગ્રાહકો માટે એક નવુ સ્વેટર બનાવ્યુ છે. જેની કિંમત $1,450 રાખવામાં આવી છે. તેની કિંમતને જો ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવે તો તે લગભગ 1 લાખ રૂપિયા થાય છે. આ સ્વેટરને જોઇને તમને લાગશે કે તેને ઘણા વર્ષોથી કોઇક બોક્સમાં મુકેલુ હતુ અને કોઇ ઉંદર તેને કતરી ગયુ છે.

સોશિયલ મીડિયા પર આ સ્વેટરની કિંમત સામે આવતા જ યૂઝર્સ તેની મજાક ઉડાવા લાગ્યા. એક યૂઝરે લખ્યુ કે આને પહેર્યા બાદ તમે ભિખારીઓની ગેન્ગમાંથી ભાગેલા સદસ્ય જેવા લાગશો. તો અન્ય એક યૂઝરે લખ્યુ કે, આને ખરીદ્યા બાદ મમ્મી ચોક્કસથી ઘરમાં નહીં ઘૂસવા દે.

અન્ય એક યૂઝરે લખ્યુ કે, આ ઓવરસાઇઝ્ડ સ્વેટર પહેર્યા બાદ લાગશે કે તમે કોઇ ઘર્ષણમાંથી બચીને આવ્યા છો અથવા તો કોઇક પ્રાણીએ તમારા કપડાં ફાડી નાખ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સ્વેટર ડિસ્ટ્રેસ્ડ અને હાઇ ક્વોલિટી ઉનમાંથી બન્યુ છે. આ સિવાય કંપનીએ દાવો કર્યો છે કે સ્વેટર 100 ટકા શુદ્ધ વૂલનમાંથી બન્યુ છે.

આ પણ વાંચો – Vdeo : યુવક સાઈકલ પર સ્ટંટ કરી રહ્યો હતો, અચાનક કંઈક આવુ થયુ ! વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશોi

આ પણ વાંચો – ખેડૂતો માટે સારા સમાચાર : આ ખેતીમાં એક વાર પૈસા લગાવવાથી કરી શકો છો વરસો સુધી કમાણી, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો – ખુબ અગત્યનું: કેટલા દિવસો બાદ બદલી દેવું જોઈએ બ્રશ? ઘરમાં કોઈને છે આ સમસ્યા તો જરૂર બદલો બ્રશ

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">