AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiefs Have Fun Too’… જ્યારે આર્મી ચીફે સુંદર સ્વરે ગાયું કિશોર કુમારનું ગીત-જુઓ વાયરલ વીડિયો

આ વીડિયો ભારતીય સેનામાં (Indian Army) ફરજ બજાવતા લેફ્ટનન્ટ જનરલ એચએસ પનાગે ટ્વિટર પર શેર કર્યો છે. તેઓ નોર્ધન એન્ડ સેન્ટ્રલ કમાન્ડના ચીફ રહી ચૂક્યા છે.

Chiefs Have Fun Too’... જ્યારે આર્મી ચીફે સુંદર સ્વરે ગાયું કિશોર કુમારનું ગીત-જુઓ વાયરલ વીડિયો
Lt Gen HS Panag shared video on Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 3:11 PM
Share

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે સાથી અધિકારીઓ અને પરિવારજનો સાથે કિશોર કુમારના ગીતને ગાઈ રહ્યો છે. આ વીડિયો ભારતીય સેનામાં ફરજ બજાવતા લેફ્ટનન્ટ જનરલ એચએસ પનાગે ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે લખ્યું છે કે, ‘ચીફ્સ હેવ ફન ટૂ.’ લેફ્ટનન્ટ જનરલ એચએસ પનાગ નોર્દન એન્ડ સેન્ટ્રલ કમાન્ડના ચીફ રહી ચૂક્યા છે. દોઢ મિનિટના આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. ટ્વિટર યુઝર્સ પણ ઉત્સાહથી તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સેના પ્રમુખ અને અન્ય સેના અધિકારીઓની ગાયકી પ્રતિભા જોઈ શકાય છે. ફેમિલી ફંક્શન દરમિયાન શૂટ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. વીડિયોમાં જનરલ મનોજ પાંડે દેવ આનંદની 1970માં આવેલી ફિલ્મ ‘પ્રેમ પૂજારી’ના ‘ફૂલોં કે રંગ સે’ ગીતને ગાઈ રહ્યા છે. તેની સાથે અન્ય અધિકારીઓ પણ કરાઓકે પર આ ગીત ગાઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ ગીત એસડી બર્મને કમ્પોઝ કર્યું હતું અને કિશોર કુમારે તેને અવાજ આપ્યો હતો.

અહીંયા જુઓ જ્યારે આર્મી ઓફિસરે ગાયું ગીત

1 મિનિટ 30 સેકન્ડની આ ક્લિપમાં આર્મી ચીફએ ગીત ગાઈને આખી મહેફિલનો સમા બાંધી દીધો હતો. ત્યારે, લોકોએ તાળીઓથી આ ટેલેન્ટને વધાવી લીધી હતી. કોઈક તો ઝૂમી પણ રહ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ પનાગના ટ્વીટ પર હવે લોકો ઉત્સાહથી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક લખે છે કે, જીવનના દરેક ક્ષણનો આનંદ લેવો જોઈએ. તો બીજાએ કમેન્ટ્સ કરીને લખ્યું છે કે, રક્ષા બળ બધા ક્ષેત્રોમાં ટેલેન્ટેડ છે.

g clip-path="url(#clip0_868_265)">