AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલીસકર્મીએ રેલાવ્યા સુંદર સૂર, ગાયું અરજિતસિંહનું ગીત, લોકો સાંભળતા જ રહી ગયા

આપણે હંમેશા પોલીસકર્મીઓ (Policeman) ચોરોની પાછળ દોડતા, તેમને પકડતા કે બંદૂક ચલાવતા વગેરે જોયા હશે, પરંતુ આજકાલ એક પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના સુંદર અવાજમાં અરિજીત સિંહનું ગીત ગાતો જોવા મળી રહ્યો છે. તેના અવાજમાં જાદુ છે અને લોકો તેના સોન્ગને પસંદ પણ કરી રહ્યા છે.

પોલીસકર્મીએ રેલાવ્યા સુંદર સૂર, ગાયું અરજિતસિંહનું ગીત, લોકો સાંભળતા જ રહી ગયા
policeman song video
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 7:39 AM
Share

દુનિયા પ્રતિભાથી ભરેલી છે. એવા ઘણા લોકો છે જે પોતાના ટેલેન્ટથી લોકોને ચોંકાવી દે છે. હવે ગાયકોને જ જોઈ લો. પ્રોફેશનલ સિંગર્સને છોડીને દુનિયામાં એવા લોકો છે જે ગાવાના શોખીન છે અને પોતાના અવાજથી બધાને મંત્રમુગ્ધ કરી દે છે. એવા ઘણા લોકો છે જેઓ અન્ય વ્યવસાયમાં છે, પરંતુ તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના સુંદર અવાજનો જાદુ ફેલાવે છે. આપણે સામાન્ય રીતે પોલીસકર્મીઓને ચોરોની પાછળ દોડતા, તેમને પકડતા અથવા બંદૂકનો ઉપયોગ કરતા જોયા હોય, પરંતુ આજકાલ એક પોલીસકર્મીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના સુંદર અવાજમાં અરિજીત સિંહનું ગીત ગાતો જોવા મળી રહ્યો છે.

પોલીસકર્મીએ એવી રીતે ગાયું છે કે, તેને સાંભળીને અરિજિત સિંહ પણ તેના ફેન બની જાય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોલીસનો યુનિફોર્મ પહેરેલો એક વ્યક્તિ ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘મર્ડર 2’નું ગીત ‘દિલ સંભલ જા જરા’ કેટલી સુંદર રીતે ગાય છે. તેમના અવાજમાં એક જાદુ છે, જેને સાંભળ્યા પછી તમે તેને વારંવાર સાંભળવાનું પસંદ કરશો. તેના સુંદર અવાજે લોકોના દિલ જીતી લીધા છે. મળતી માહિતી મુજબ, આ પોલીસકર્મી પુણેની ક્રાઈમ બ્રાન્ચમાં કામ કરે છે, જેનું નામ સાગર ઘોરપડે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવાર-નવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ગાયેલા ગીતો શેર કરે છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે.

જુઓ, પોલીસકર્મીનો આ ગાતો વીડિયો

તેનો આ સિંગિંગ વીડિયો સાગર ઘોરપડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

કેટલાક કહી રહ્યા છે કે, તે ‘સુપરથી પણ ઉપર છે’, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે, તે ‘યાદગાર પરફોર્મન્સ’ છે, એટલે કે એકંદરે લોકો તેમની ગાયકીને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાગર ઘોરપડેના ઇન્સ્ટાગ્રામ પર બીજા ઘણા સિંગિંગ વીડિયો છે, જે અદ્ભુત છે. તેમનું ગીત સાંભળીને તમે ચોક્કસ તેમના અવાજના ચાહક બની જશો.

g clip-path="url(#clip0_868_265)">