Funny Video: ટેણીયો નિડર થઈ કૂતરા પાસે જતો તો રહ્યો પછી ભાગવું ભારે પડ્યું, જુઓ વીડિયો

લોકો માત્ર બાળકોના તોફાની અને ફની વીડિયો(Funny Videos)જોવાનું પસંદ કરે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Funny Video: ટેણીયો નિડર થઈ કૂતરા પાસે જતો તો રહ્યો પછી ભાગવું ભારે પડ્યું, જુઓ વીડિયો
Little kid Funny Video (Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 1:00 PM

તમે સોશિયલ મીડિયા (Social Media)પર બાળકોના વીડિયો(Kids Videos)જોયા જ હશે, જેમાં કેટલાક મજેદાર અને તોફાની વીડિયો પણ સામેલ છે. આ સિવાય કેટલાક ઈમોશનલ અને કેટલાક આશ્ચર્યજનક વીડિયો પણ સામેલ છે. જોકે લોકો માત્ર બાળકોના તોફાની અને ફની વીડિયો(Funny Videos)જોવાનું પસંદ કરે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોક્કસ તમારુ હસવું કંટ્રોલ નહીં કરી શકો. વાસ્તવમાં, આ વીડિયોમાં એક બાળક ખૂબ જ ‘નિડર’ બનીને કૂતરા પાસે જઈ રહ્યો હતો, પરંતુ પછી કંઈક એવું થયું કે બિચારાને રડતા રડતા ભાગવું પડ્યું.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક નાનું બાળક પોતાની મસ્તીમાં ચાલી રહ્યું છે, જ્યારે સામે ઉભેલું કૂતરું તેની સામે ભસવા લાગે છે. આ જોઈને તે થોડીક સેકન્ડો માટે અટકી જાય છે, પરંતુ તે પછી તેને શું થાય છે તે અચાનક દોડતા દોડતા પાછુ આવે છે. કારણ કે કદાચ તેને લાગે છે કે કૂતરો તેને કરડી લેશે. તે ઝડપથી દોડતું તો આવે જ છે સાથે તે રડવા પણ લાગે છે. બાળકની બધી નિર્ભયતા જતી રહી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર vijaynathnishad708 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 2 લાખ 8 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 10 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી ફની પ્રતિક્રિયાઓ આપી છે. આ વીડિયો જોયા બાદ લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video: બેબી મંકીએ ફુગ્ગા સાથે ખૂબ જ કરી મસ્તી, વીડિયો જોયા પછી તમને પણ યાદ આવશે બાળપણ

આ પણ વાંચો: Viral: લડાઈ બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા દાદા-દાદી, પોલીસના સમાધાનના અંદાજે લોકોનું દીલ જીતી લીધું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">