Viral: લડાઈ બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા દાદા-દાદી, પોલીસના સમાધાનના અંદાજે લોકોનું દીલ જીતી લીધું
Dada dadi fight video: આ દિવસોમાં દાદા દાદીનો એક વીડિયો (Viral Video)સામે આવ્યો છે. તેમની વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એટલો વધી ગયો કે બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા.
જ્યારે ઘરનો મામલો પોલીસ સ્ટેશને પહોંચે છે, ત્યારે બધાને આ બાબતની જાણ થાય છે. ત્યારે ઘણા લોકો પોલીસ સ્ટેશનથી પણ આગળ જઈને કોર્ટ-કચેરીની બાબતમાં ફસાઈ જાય છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે જેઓ પોતાની લડાઈ પોલીસ સ્ટેશને જ પતાવી દે છે. આ દિવસોમાં દાદા દાદીનો એક વીડિયો (Viral Video)સામે આવ્યો છે. તેમની વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એટલો વધી ગયો કે બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા. પરંતુ આ દરમિયાન પોલીસકર્મીઓએ પણ સમજદારી દાખવી અને ખુબ જ પ્રેમથી વિવાદનો ઉકેલ લાવી દીધો હતો.
આ મામલો ગોંડાનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દાદા-દાદી પ્રેમથી એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યાં છે. આ વીડિયો યુપી પોલીસના સચિન કૌશિકે ટ્વિટર પર શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘દાદા-દાદીની લડાઈ થઈ અને પોલીસ સ્ટેશન પહોંચ્યા, હવે સમજૂતી જુઓ. સુંદર વીડિયો.’
दादा-दादी का झगड़ा हुआ और थाने तक पहुँच गया, अब समझौता देखिए।❤️😅
खूबसूरत वीडिओ💕#Love #Respect pic.twitter.com/VyV9wSH9Vg
— SACHIN KAUSHIK (@upcopsachin) April 13, 2022
પહેલા દાદી દાદાને મીઠાઈ ખવડાવે છે. દાદા તેમને એ વાત યાદ કરાવે છે કે આગળથી આ બાબત ધ્યાન રહે, પછી તેઓ દાદાને મીઠાઈ ખવડાવે છે. દાદી પહેલાં ખાતા નથી. પછી દાદા તેને પોતાના હાથે ખવડાવે છે. ટ્વિટર યુઝર્સે પણ પોલીસના આ પ્રયાસની પ્રશંસા કરી હતી. લોકોએ આ સુંદર વીડિયો અને દાદા-દાદીની ક્યૂટ સ્ટાઇલને પસંદ કરી છે.
આ વીડિયોમાંથી એક ખાસ સંદેશ પણ મળી રહ્યો છે કે જીંદગીના કોઈ પણ પડાવમાં હોવ પરંતુ જો બંન્ને લોકો એટેલે કે પતિ-પત્ની વચ્ચે ભલે ગમે તેટલા ઝઘડા થતા હોય પરંતુ પ્રેમ અને શાંતિથી તે ઝઘડા ભૂલી આગળ વધી શકાય છે. આ વીડિયોમાં પોલીસે ખુબ મહત્વની ભૂમિકા ભજવી અને દાદા-દાદીના ઝઘડાને પ્રેમ પૂર્વક સમાધાન કરી લોકોના દિલ જીતી લીધા છે.
આ પણ વાંચો: PM Kisan: હવે આધાર વિના નહીં મળે પીએમ કિસાન સ્કીમના પૈસા, નિયમો કરાયા કડક, જાણો શું થયા ફેરફાર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો