Viral: નાની અમથી બાળકીએ કર્યો અદ્ભૂત ક્લાસિકલ ડાન્સ, વીડિયો જોઈ લોકો બોલ્યા સો ક્યુટ

IAS ઓફિસર ડૉ. એમ.વી. રાવે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અદ્ભુત વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'કેટલું સરસ'. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારોથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Viral: નાની અમથી બાળકીએ કર્યો અદ્ભૂત ક્લાસિકલ ડાન્સ, વીડિયો જોઈ લોકો બોલ્યા સો ક્યુટ
Little girl classical dance video viral on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 8:44 AM

કોઈ પણ કામ સરળ નથી હોતું, પરંતુ જો તમારામાં ઈચ્છાશક્તિ હોય તો તે કામ તમારા માટે ચોક્કસપણે સરળ બની જાય છે. એક સમય હતો જ્યારે બાળકો ભાગ્યે જ ગાતા કે ડાન્સ કરતા જોવા મળતા હતા, પરંતુ સોશિયલ મીડિયાના આ જમાનામાં તમને આવા ઘણા બાળકો જોવા મળશે, જેઓ પોતાની પ્રતિભાથી દુનિયાને ચોંકાવી દે છે.

આજકાલ નાના બાળક પણ ડાન્સ કરતા જોવા મળે છે. આમાં, તેમના માતા-પિતાનું મહત્વનું યોગદાન છે, જેઓ તેમના બાળકોને એક વિશિષ્ટ બીબામાં ઘડી રહ્યા છે, જે પછીથી તેમના અને કદાચ દેશનું નામ રોશન કરશે. આજકાલ એક નાની બાળકીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો અને કહેશો કે આટલી નાની ઉંમરમાં આ છોકરી આટલો સારો ડાન્સ કેવી રીતે કરી રહી છે?

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકી ક્લાસિકલ ડાન્સ કરી રહી છે અને ખૂબ જ સુંદર રીતે કરી રહી છે. તેણીના હાવભાવ અને તેના પગ અને હાથની શૈલી હૃદયને પ્રફુલ્લિત કરે છે. ખરેખર, બાળકી સ્ટેજ પર ડાન્સ (Little girl classical dance video) કરી રહેલી મહિલાના ક્લાસિકલ ડાન્સ (Dance Viral Videos)ની નકલ કરી રહી છે.

જોકે વચ્ચે વચ્ચે બાળકીનો લય થોડો ખરાબ છે, પરંતુ તે જેટલો સુંદર ડાન્સ કરી રહી છે તેટલો સુંદર ડાન્સ તેની ઉંમરના ભાગ્યે જ બાળકો કરી શકે છે. છોકરી ક્યાંક ક્લાસિકલ ડાન્સ પણ શીખી શકે છે, કારણ કે તેના હાથ-પગની મૂવમેન્ટ જોઈને એવું નથી લાગતું કે તે પહેલીવાર ડાન્સ કરી રહી છે. ત્યારે આ વીડિયો લોકોના દિલ ચોક્કસપણે જીતી રહ્યો છે.

IAS ઓફિસર ડૉ. એમ.વી. રાવે પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પર આ અદ્ભુત વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘કેટલું સરસ’. આ વીડિયો (Cute Viral Videos)ને અત્યાર સુધીમાં 14 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 1400થી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

ઘણા લોકોએ આ વીડિયોને જોયા બાદ શાનદાર કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે, ‘સો સ્વીટ’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે, ‘આ ભગવાનની ભેટ છે’. ત્યારે અન્ય યુઝરે લખ્યું છે, ‘માસૂમતામાં સાચો આનંદ’, જ્યારે અન્ય ઘણા વપરાશકર્તાઓએ છોકરીની આ અદભૂત પ્રતિભાના વખાણ કર્યા છે.

આ પણ વાંચો: Success Story: વટાણાની સામૂહિક ખેતી કરી મહિલાઓએ કિર્તીમાન સ્થાપિત કર્યો, લાખોમાં કરી કમાણી

આ પણ વાંચો: Viral: રોડ કિનારે માણસની જેમ દોડતા વાનરનો વીડિયો વાયરલ, સ્પીડ એટલી કે હુસેન બોલ્ટ પણ ચોંકી જાય

g clip-path="url(#clip0_868_265)">