Leopard Attack Video: દીપડાના હુમલાનો ખતરનાક વીડિયો વાયરલ, ભારે જહેમત બાદ પોલીસકર્મીઓએ દિપડાને કર્યો કાબૂ

વીડિયોમાં એક ભયભીત દીપડો (Leopard Attack Video) તેની આસપાસના પોલીસકર્મીઓ પર હુમલો કરતો જોઈ શકાય છે. અહેવાલો અનુસાર, આખરે દીપડાને કાબૂમાં લેવા માટે, તેને ટ્રાંક્વીલાઈઝર વડે નિશાન બનાવવું પડ્યું.

Leopard Attack Video: દીપડાના હુમલાનો ખતરનાક વીડિયો વાયરલ, ભારે જહેમત બાદ પોલીસકર્મીઓએ દિપડાને કર્યો કાબૂ
Leopard Attack VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 9:56 AM

દીપડાના હુમલાનો (Leopard Attack)ખૂબ જ ચોંકાવનારો વીડિયો (Shocking Video)સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એક દીપડો દોડતો અને વન અધિકારીઓ અને પોલીસકર્મીઓ પર હુમલો કરતો જોવા મળે છે. આ ઘટના હરિયાણાના પાણીપતના બહરમપુર ગામની છે. આ વીડિયો પાણીપતના પોલીસ અધિક્ષક શશાંક કુમાર સાવને ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં એક ભયભીત દીપડો (Leopard Attack Video)તેની આસપાસના પોલીસકર્મીઓ પર હુમલો કરતો જોઈ શકાય છે. અહેવાલો અનુસાર, આખરે દીપડાને કાબૂમાં લેવા માટે, તેને ટ્રાંક્વીલાઈઝર વડે નિશાન બનાવવું પડ્યું. દિપડાના હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

વાઈરલ થયેલો આ વીડિયો માત્ર 7 સેકન્ડનો છે, પરંતુ તેને જોયા પછી કોઈને પણ રૂવાડા ઉભા થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે પોલીસ અને વન અધિકારીઓને બહેરામપુર ગામમાં દીપડાના રખડતા હોવાના સમાચાર મળ્યા તો તેઓ તરત જ ત્યાં પહોંચી ગયા. પણ ત્યાં જે કંઈ બન્યું, તેને જોઈને કોઈના પણ હૃદયના ધબકારા વધી જાય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગામના એક રોડ પર પોલીસની કાર ઉભી છે. ત્યારે અચાનક દીપડો પોલીસકર્મીઓ પર હુમલો કરે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ દરમિયાન, પીળી ટી શર્ટવાળા અધિકારીને બચાવવા માટે અન્ય એક વ્યક્તિ દોડે છે, પરંતુ દીપડો ફરીથી તેની સામે જાય છે અને તેને પણ તેના પંજા વડે મારવા લાગે છે. જ્યારે આ વ્યક્તિ કોઈક રીતે પોતાની જાતને દીપડાના ચુંગાલમાંથી છોડાવે છે, ત્યારે પ્રાણી બીજા પોલીસકર્મી પર કૂદી પડે છે અને તેના પર હુમલો કરે છે. આખરે દીપડાને બેભાન કરવા માટે તેને ટ્રેંકુલાઈઝ કરવામાં આવે છે. પરંતુ ત્યાં સુધીમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. તો ચાલો જોઈએ આ વીડિયો.

આ વીડિયો આઈપીએસ શશાંક કુમાર સાવને 8 મેના રોજ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, પોલીસ અને વન વિભાગના લોકો માટે મુશ્કેલ દિવસ. તેમની બહાદુરી અને હિંમતને સલામ. અંતે દીપડા સહિત દરેક લોકો સુરક્ષિત છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ 73 વખત જોવામાં આવ્યો છે. ત્યારે 19 હજારથી વધુ લોકોએ પોસ્ટને લાઇક કર્યું છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ તેને રીટ્વીટ કર્યું છે. આ સંખ્યા સતત વધી રહી છે. ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">