મોંઘવારીનો માર: લો બોલો ! હવે મોબાઈલ એસેસરીઝની ખરીદી પર લીંબુ અને ફોનની ખરીદી પર પેટ્રોલ ફ્રી
વારાણસીના(Varanasi) લહુરાબીરમાં મોબાઈલ શોપ ચલાવતા યશ જયસ્વાલે કહ્યું કે, ગ્રાહકો ફ્રીમાં લીંબુ અને પેટ્રોલની ઓફરને ખૂબ પસંદ કરી રહ્યા છે.આ ઓફરને કારણે તેની દુકાનમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
તાજેતરમાં મોંઘવારી(Inflation) તમારા ખિસ્સાને કેવી રીતે કાપી રહી છે તે વિશે વધુ કહેવાની જરૂર નથી. બજારમાં તમે ગમે તે દુકાન પર જાઓ, તમને દરેક વસ્તુ મોંઘી લાગશે. ફળોની દુકાન (Fruit Shop) હોય કે શાકભાજીની દુકાન હોય, રાશનની દુકાન હોય કે કરિયાણાની દુકાન હોય, ચારે બાજુ માત્ર મોંઘવારી જ છે. જો કે, આ દિવસોમાં એક વસ્તુ એવી છે જેની કિંમતોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે અને તે છે લીંબુ. લીંબુના(Lemon) ઊંચા ભાવે સૌને પરેશાન કર્યા છે. 20-30 રૂપિયામાં મળતું એક કિલો લીંબુ હવે 200-300 રૂપિયામાં મળે છે. લીંબુની આ કિંમતોને કારણે ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી એક ખૂબ જ રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. વારાણસીના એક દુકાનદારે ગ્રાહકો માટે એક ખાસ ઑફર રજૂ કરી છે, જેમાં મોબાઈલ એક્સેસરીઝ (Mobile Accessories) ખરીદવા પર મફત લીંબુ આપવામાં આવી રહ્યા છે.
દુકાનદારની અનોખી ઓફર આકર્ષણનું કેન્દ્ર
વારાણસીના લહુરાબીરમાં મોબાઈલ શોપ ચલાવતા યશ જયસ્વાલ (Yash Jaiswal) મોબાઈલ એસેસરીઝની ખરીદી પર ગ્રાહકોને મફતમાં લીંબુ આપી રહ્યા છે. યશના કહેવા પ્રમાણે લીંબુની ઓફર ગ્રાહકોને ઘણી પસંદ આવી રહી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી લીંબુના ભાવ સામાન્ય નહીં થાય, ત્યાં સુધી તેઓ આ ઓફર ચાલુ રાખશે. યશે જણાવ્યું કે તેઓ 50 રૂપિયાથી વધુની કિંમતની મોબાઈલ એસેસરીઝની ખરીદી પર 2-4 લીંબુ ફ્રીમાં આપી રહ્યા છે.
વધુમાં જયસ્વાલે કહ્યું કે મોંઘવારીને કારણે માર્કેટ તુટી રહ્યું છે, તેથી વેચાણ વધારવા માટે કંઈક અલગ કરવું હતું તો તેણે ગ્રાહકોને (Customer) મફતમાં લીંબુ આપવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે ગ્રાહકો આ ઓફરને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ ઓફરને કારણે તેની દુકાનમાં ગ્રાહકોની સંખ્યા પણ વધી રહી છે.
ઓફરને કારણે ગ્રાહકોની સંખ્યા વધી
યશ જયસ્વાલની દુકાન પર માત્ર લીંબુની ઓફર જ નથી ચાલી રહી, ફ્રી પેટ્રોલની(Petrol) ઓફર પણ અહીં જોરશોરથી ચાલી રહી છે. યશે કહ્યું કે જે ગ્રાહક 10 હજારથી વધુ કિંમતનો કોઈ પણ મોબાઈલ ફોન ખરીદે છે તેને એક લીટર પેટ્રોલ મફત આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે વારાણસીમાં પેટ્રોલની કિંમત 106.07 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય શહેરમાં એક લિટર ડીઝલની કિંમત 97.63 રૂપિયા ચાલી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : KGF ચેપ્ટર 2 નો ક્રેઝ જુઓ, ‘રોકી ભાઈ’ના જબરા ફેને લગ્નના કાર્ડમાં છપાવ્યો આ ડાયલોગ! ફોટો થયો વાયરલ
આ પણ વાંચો : Guru Tegh Bahadur Jayanti 2022 : શીખ ધર્મના નવમા ગુરુ તેગ બહાદુરની આજે જન્મ જયંતિ, જાણો તેમની સાથે જોડાયેલો ઇતિહાસ