કિલી પોલનો વધુ એક વીડિયો વાયરલ, અલ્લુ અર્જુનના આ ડાયલોગ પર કર્યું એક્ટ

કિલી પોલનો વધુ એક વીડિયો વાયરલ, અલ્લુ અર્જુનના આ ડાયલોગ પર કર્યું એક્ટ
Kili Paul imitates Allu Arjuns Pushpa Dialogue in Viral Video

તાન્ઝાનિયાના યુવક કિલી પોલે એક વાયરલ વીડિયોમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પાના અલ્લુ અર્જુનના સંવાદોને લિપ-સિંક કર્યા છે. વાયરલ ક્લિપને એક મિલિયનથી વધુ વખત ઓનલાઈન જોવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 20, 2022 | 8:39 PM

અલ્લુ અર્જુન (Allu Arjun) અભિનીત તેલુગુ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝે વિવેચકો અને પ્રેક્ષકો તરફથી સમાન રિવ્યૂ એકત્ર કર્યા છે. ડિસેમ્બર 2021 માં રિલીઝ થઈ ત્યારથી, આ ફિલ્મે તેના પ્રશંસનીય પ્રદર્શન માટે લોકપ્રિયતા મેળવી છે. ફિલ્મના અલ્લુ અર્જુનના દમદાર ડાયલોગ્સ લોકોની રીલ્સમાં પણ જોવા મળી રહ્યા છે. વપરાશકર્તાઓ તેમના સંવાદોને લિપ-સિંક કરી રહ્યાં છે. હવે, તાંઝાનિયાના યુવક કિલી પૉલનો (Kili Paul) એક વીડિયો ઑનલાઇન વાયરલ થયો છે અને તે વીડિયો દરેકને આકર્ષી રહ્યો છે.

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં, કિલી ફિલ્મમાં અલ્લુ અર્જુનના ડાયલોગ્સ સાથે લિપ-સિંક કરતો જોઈ શકાય છે. “પુષ્પા નામ સુનકર ફુલ સમજે ? ફૂલ નહીં આગ હું મે, ઝુકુંગા નહીં. વીડિયોમાં તેના એક્સપ્રેશન્સ પણ અદ્ભુત લાગે છે. આપને જણાવી દઈએ કે કિલી પોલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ ઈન્ટરનેટ પર તેના વીડિયો શેર કરતો રહે છે.

View this post on Instagram

A post shared by Kili Paul (@kili_paul)

તાન્ઝાનિયાની એક ભાઈ-બહેનની જોડી છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર છવાયેલી છે. હિન્દી ફિલ્મોના ગીતો પર લિપ-સિંક અને ડાન્સ કરતા બંનેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે યૂઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટિકટોક સ્ટાર કિલી પૉલનો વધુ એક વીડિયો થોડા સમય પહેલા વાયરલ થયો હતો, જેમાં તે સિંગર જુબિન નૌટિયાલના ગીત ‘મેં જિસ દિન ભુલા દૂ’ પર લિપ-સિંક કરતી જોવા મળ્યો હતો.

હાલમાં તેનો જે વીડિયો વાયરલ થયો છે, તેના પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- સુંદર એક્ટ સર. અન્ય યુઝરે લખ્યું- તમારા વીડિયો અદ્ભુત છે, અલ્લુ અર્જુનનો આ ડાયલોગ તમે ખૂબ સારી રીતે લિપ-સિંક કર્યો છે. આ વીડિયોને ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. કેટલાક યુઝર્સ એવા પણ હતા જેમણે વીડિયોના કોમેન્ટ સેક્શનમાં શાનદાર, સુપર્બ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો –

Viral : દરવાજો ખોલવા વાંદરાએ લગાવ્યુ ગજબનું દિમાગ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યું “યે તો બડા સ્માર્ટ નિકલા”

આ પણ વાંચો –

Viral: શખ્સે મગર સાથે કર્યો હૃદય હચમચાવી નાખે તેવો સ્ટંટ, યુઝર્સે મગર પર દયા ખાતા કહ્યું ‘એને છોડી દો’

આ પણ વાંચો –

Funny Video: ‘પુષ્પા’ ફિલ્મના સોંગ પર મરઘીએ માર્યા ઠુમકા, જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati