પેન્ગ્વિનનું વજન માપવામાં શખ્સનો છૂટી ગયો પરસેવો, Viral વીડિયો જોઈ લોકો હસીહસીને થયા લોટપોટ

આ વીડિયોમાં પેંગ્વિનનું વજન માપવામાં આવી રહ્યું છે, પરંતુ તે એક જગ્યાએ સ્થિર નથી રહેતું. એક વ્યક્તિને વેઈટ મશીન પર યોગ્ય રીતે તેને ઊભું રાખવામાં પરસેવો છૂટી ગયો.

પેન્ગ્વિનનું વજન માપવામાં શખ્સનો છૂટી ગયો પરસેવો, Viral વીડિયો જોઈ લોકો હસીહસીને થયા લોટપોટ
Baby penguin Weighing funny video (Viral Video Image)
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Feb 08, 2022 | 8:02 AM

દુનિયામાં એવા ઘણા જીવો છે, જે ન માત્ર ખૂબ જ અદભૂત દેખાય છે, પરંતુ તેમના વિશેની કેટલીક રસપ્રદ વાતો પણ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આમાં પેન્ગ્વિનનો પણ સમાવેશ થાય છે. તેમની વિશેષતા એ છે કે તેઓ જમીન અને બરફ તેમજ પાણીની નીચે લાંબા સમય સુધી રહી શકે છે. એવું કહેવાય છે કે પેન્ગ્વિન (Penguin)વર્ષમાં એકવાર તેમના પીંછા ગુમાવે છે અને નવા પીછા ઉગાડવામાં થોડા અઠવાડિયા લાગે છે, તેઓ તેમનો સમય જમીન અથવા બરફ પર વિતાવે છે. તેઓ જે રીતે ચાલે છે તે ખૂબ જ ફની છે. એવું લાગે છે કે તેઓ પરેડ કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર પેંગ્વિનનો એક વીડિયો ખૂબ જ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જે ખૂબ જ ફની છે.

આ વીડિયોમાં પેંગ્વિનનું વજન માપવામાં આવી રહ્યું છે, પરંતુ તે એક જગ્યાએ સ્થિર નથી રહેતું. એક વ્યક્તિને વેઈટ મશીન પર યોગ્ય રીતે તેને ઊભું રાખવામાં પરસેવો છૂટી ગયો. પેંગ્વિનને ઉભું કરતાં જ તે તરત જ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન વ્યક્તિ તેને રોકવાની કોશિશ કરે છે, પરંતુ દરેક વખતે તે ઝડપથી પગ હલાવવા લાગે છે અને વેઈટ મશીનમાંથી ઉતરીને ભાગવાનો પ્રયાસ કરે છે. ખરેખર, તેને ખબર નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે અને તેથી જ તે ત્યાંથી ભાગવાની ઉતાવળ બતાવે છે. આ વીડિયો ખૂબ જ ફની છે, જેને જોયા પછી તમે ચોક્કસ હસી પડશો.

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામથી શેર કરવામાં આવ્યો છે. 8 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 13 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

ઘણા લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ રીતે પેંગ્વિનનું વજન માપવું સરળ કામ નથી’, જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને કહ્યું છે કે, ‘કાશ આ સુંદર નાનું પેંગ્વિન મારા ખોળામાં પડેલું હોત’.

આ પણ વાંચો: Viral: ચોક પર લતા મંગેશકરની બનાવી તસ્વીર, કલાકારે અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો: True caller એ કરી સ્માર્ટફોન ઉત્પાદકો સાથે ભાગીદારી, એન્ડ્રોઈડ ફોનમાં પ્રી-ઈન્સ્ટોલ જ આવશે આ એપ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati