AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram Tips and Tricks: ડિલીટ થયેલા ફોટો અને વીડિયો કરી શકાય છે રિસ્ટોર, અપનાવો આ જબરદસ્ત ટ્રિક

જો ઈન્સ્ટાગ્રામ પરથી તમારી કોઈ તસવીર કે વીડિયો આકસ્મિક રીતે ડિલીટ થઈ ગયો હોય, તો આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઈન્સ્ટાગ્રામ પર તમે તમારા ડિલીટ કરેલા ફોટા અને વીડિયોને સરળતાથી રિસ્ટોર કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે?

Instagram Tips and Tricks: ડિલીટ થયેલા ફોટો અને વીડિયો કરી શકાય છે રિસ્ટોર, અપનાવો આ જબરદસ્ત ટ્રિક
Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 8:40 AM
Share

આજે વિશ્વભરમાં લાખો લોકો ઇન્સ્ટાગ્રામ (Instagram)નો ઉપયોગ કરે છે. તેણે સોશિયલ મીડિયા (Social Media)ને એક નવું પરિમાણ આપ્યું છે. ઈન્સ્ટાગ્રામના સારા અને યુઝર ફ્રેન્ડલી ઈન્ટરફેસને કારણે આ એપને દુનિયાભરના ઘણા લોકો પસંદ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ એપ પર યુઝર્સની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આ પ્લેટફોર્મે લોકોને સામાજિક રીતે જોડવાનું કામ કર્યું છે. દરરોજ કરોડો લોકો અહીં એક બીજા સાથે તેમના જીવનની ઘણી ખાસ તસવીરો અને વીડિયો શેર કરે છે. જો કે, ક્યારેક કોઈ કારણસર ઈન્સ્ટાગ્રામ પરથી આપણા ફોટા (Photos) કે વીડિયો (Videos) ડીલીટ થઈ જાય છે, જેના કારણે આપણે ખૂબ પરેશાન થઈ જઈએ છીએ.

જો ઈન્સ્ટાગ્રામ પરથી તમારી કોઈ તસવીર કે વીડિયો આકસ્મિક રીતે ડિલીટ થઈ ગયો હોય, તો આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઈન્સ્ટાગ્રામ પર તમે તમારા ડિલીટ કરેલા ફોટા અને વીડિયોને સરળતાથી રિસ્ટોર કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે?

આ માટે તમારે પહેલા તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવું પડશે.

તે પછી તમારે તમારા પ્રોફાઇલ પેજ પર જવું પડશે.

હવે ઉપર જમણી બાજુએ 3 લાઇન પર ક્લિક કરો.

આના પર ક્લિક કરવાથી તમારી સ્ક્રીન પર ઘણા વિકલ્પો દેખાવા લાગશે. અહીં તમારે સેટિંગનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. નેક્સટ સ્ટેપ પર, એકાઉન્ટ વિકલ્પ પર ક્લિક કરો.

આ પ્રક્રિયા કર્યા પછી તમારે નીચે Recently Deleted ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

હવે તે બધા ડિલીટ કરેલા ફોટા અને વીડિયો (Photos And Videos) તમારી સ્ક્રીન પર દેખાશે.

તમે જે ફોટો અને વીડિયો રિસ્ટોર કરવા માગો છો તેને સિલેક્ટ કરીને સરળતાથી રિસ્ટોર કરી શકો છો.

આ પણ વાંચો: PM-CARES Fund માં પ્રથમ વર્ષે જમા થયા 11 હજાર કરોડ રૂપિયા, 3976 કરોડ થયા ખર્ચ, મહામારી સામે લડવા માટે બનાવવામાં આવ્યું છે ફંડ

આ પણ વાંચો: UP Assembly Election: યુપીમાં પ્રથમ તબક્કા માટે પ્રચાર આજે સમાપ્ત થશે, 10 ફેબ્રુઆરીએ મતદાન, ભાજપ આજે લોક કલ્યાણ સંકલ્પ પત્ર બહાર પાડશે

આ પણ વાંચો: પેન્ગ્વિનનું વજન માપવામાં શખ્સનો છૂટી ગયો પરસેવો, Viral વીડિયો જોઈ લોકો હસીહસીને થયા લોટપોટ

g clip-path="url(#clip0_868_265)">