Weird Food Combinations: હવે જલેબી ભરી બનાવ્યા સમોસા, વીડિયો જોઈ લોકોનો ગુસ્સો સાતમા આસમાને

દિલ્હીમાં એક સ્ટ્રીટ વેન્ડરે નવી રેસિપીના નામે બટાકાની જગ્યાએ જલેબી ભરીને સમોસા (Jalebi Samosa)તૈયાર કર્યા છે, જેનો વીડિયો જોયા બાદ ઇન્ટરનેટ પર લોકો ગુસ્સે છે. આ વીડિયોને શેર કરનાર વ્યક્તિએ લખ્યું છે કે- બંને વસ્તુઓને છોડી દેવાનો સમય આવી ગયો છે.

Weird Food Combinations: હવે જલેબી ભરી બનાવ્યા સમોસા, વીડિયો જોઈ લોકોનો ગુસ્સો સાતમા આસમાને
Jalebi filled SamosaImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 12:40 PM

આ દિવસોમાં સ્ટ્રીટ વેન્ડર્સ ફૂડમાં ફ્યુઝન અને ક્રિએટિવિટી (Weird Food Combinations)ના નામે કંઈક એવું કરી રહ્યા છે, જેને લઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. ક્યારેક તેઓ ગુલાબ જામુનના પરાઠા તળતા જોવા મળે છે, તો કોઈ ગુલાબ જામુન ચાટ (Gulab Jamun Chat) બનાવતા જોવા મળે છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તે જોયા બાદ લોકો આઘાતમાં છે. વાસ્તવમાં, દિલ્હીમાં એક સ્ટ્રીટ વેન્ડરે નવી રેસિપીના નામે બટાકાની જગ્યાએ જલેબી ભરીને સમોસા (Jalebi Samosa)તૈયાર કર્યા છે, જેનો વીડિયો જોયા બાદ ઇન્ટરનેટ પર લોકો ગુસ્સે છે.

વાસ્તવમાં, આ બંને લોકોના ખૂબ જ પ્રિય નાસ્તા છે. આવી સ્થિતિમાં સ્વાદ સાથે રમત જોઈને લોકો રોષે ભરાયા છે. આ વીડિયોને શેર કરનાર વ્યક્તિએ લખ્યું છે કે- બંને વસ્તુઓને છોડી દેવાનો સમય આવી ગયો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સ્ટ્રીટ વેન્ડર્સ સમોસા બનાવી રહ્યો છે. પરંતુ તે જે વસ્તુનો ઉપયોગ સમોસામાં ભરવા માટે કરી રહ્યો છે તે જોઈ લોકોનો દિમાગ ગરમ થઈ ગયો છે. આ વ્યક્તિ બટાટા ભરવાની જગ્યાએ જલેબીને મસળીને તેને સમોસામાં ભરે છે, પછી તેને કડાઈમાં તળી લે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હવે આ વિચિત્ર રેસિપીનો વીડિયો જોઈને લોકો ગુસ્સે થઈ ગયા છે. પરંતુ જે રીતે કોમેન્ટ્રી બેકગ્રાઉન્ડમાં થઈ રહી છે તે તમને ચોક્કસ ગમશે. જેમ તમે એક છોકરાને શરૂઆતમાં કહેતા સાંભળી શકો છો, ‘દિલ્હીના શેફ કાંડી અમારી સાથે જોડાયા છે’. આ પછીની લાઈનો વધુ મજેદાર છે, તો ચાલો પહેલા આ વીડિયો જોઈએ.

View this post on Instagram

A post shared by RJ Rohan (@radiokarohan)

સમોસાના આ ખૂબ જ વિચિત્ર કોમ્બિનેશનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર radiokarohan નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, હેલો મિત્રો…લાગે છે કે સમોસા અને જલેબી બંને છોડવાનો સમય આવી ગયો છે. વીડિયોના અપલોડ બાદથી અત્યાર સુધીમાં હજારોથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે.

આ વીડિયો જોયા બાદ મોટાભાગના લોકો વેન્ડરને કોસતા જોવા મળે છે. એક યુઝર કહે છે કે, આ સુધરવાના નથી. તે જ સમયે, અન્ય એક કહે છે કે જો આવી વસ્તુઓ સતત થતી રહે છે, તો ટૂંક સમયમાં જ વિશ્વનો અંત આવશે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ જોરદાર પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે સૂચન કરતાં લખ્યું છે કે, આ સમોસાને રશિયા અને યુક્રેનમાં નિકાસ કરો, જેથી તેઓ અંગત સમસ્યાઓ સામે યુદ્ધ ભૂલી જાય.

અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ભાઈ બે પેકેટ ભોલા ભાંગની પણ મિલાવી હોત, હોળીની કસમ ખુબ જ ઘાતક કોમ્બિનેશ હોત. તેવી જ રીતે અન્ય કેટલાક લોકોએ પણ ફની પ્રતિક્રિયા આપી છે. એકંદરે, આ વીડિયો જોયા પછી, લોકોને આશ્ચર્ય થાય છે કે આ વેન્ડર્સ ક્રિએટિવિટીના નામે કંઈ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Tech News: હવે ટાટા ગ્રૂપ તેની ડિજિટલ પેમેન્ટ એપ પણ કરશે લોન્ચ, Google Pay અને Paytm જેવી એપને આપશે ટક્કર

આ પણ વાંચો: નાના અને સીમાંત ખેડૂતો આ રીતે FPO નો લઈ શકે છે લાભ, 2024 સુધીમાં 10 હજાર FPO ખોલવાની યોજના

g clip-path="url(#clip0_868_265)">