IPL Final Memes : સ્પંજ વડે પિચને સૂકવવા પર ગુસ્સે થયેલા ચાહકોએ મીમ્સ વરસાવ્યા અને BCCIને પૂછ્યા આ સવાલ

IPLની ફાઇનલ મેચમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ બાદ જે જોવા મળ્યું તેનાથી ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ નિરાશ છે. ટ્વિટર પર લોકો મીમ્સ વરસાવીને BCCIને ઉગ્ર રીતે ટ્રોલ કરી રહ્યા છે.

IPL Final Memes : સ્પંજ વડે પિચને સૂકવવા પર ગુસ્સે થયેલા ચાહકોએ મીમ્સ વરસાવ્યા અને BCCIને પૂછ્યા આ સવાલ
IPL Final Memes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 4:16 PM

Stadium Staff Uses Sponge To Dry Wet Pitch : IPL 2023ની ફાઈનલ મેચની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ચર્ચા માત્ર જાડેજાના વિનિંગ શોટની નથી, પરંતુ એક બીજું કારણ પણ છે જેના માટે ક્રિકેટ પ્રેમીઓ સૌથી ધનિક બોર્ડ BCCIની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. હકીકતમાં વરસાદ પછી વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે રીતે પીચ સુકાવી છે તેને અંગે લોકો ગુસ્સે છે.

આ પણ વાંચો : Ahmedabad Motera Stadium: મોટેરા સ્ટેડિયમ હવેથી Narendra Modi Stadium તરીકે ઓળખાશે

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

29મી મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આ મેચ 3 કરોડથી વધુ લોકોએ લાઈવ જોઈ હતી. ગુજરાતના દાવ બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. આ પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે કંઈ બન્યું તે જોઈને ક્રિકેટપ્રેમીઓ દંગ રહી ગયા. સ્ટેડિયમનો ગ્રાઉન્ડ સ્ટાફ ભીની પિચને સૂકવવા માટે સ્પંજ અને ડોલ સાથે દોડ્યા હતા. લોકો હવે આ બાબતે ખૂબ એન્જોય કરી રહ્યા છે. આ સાથે તેઓ બીસીસીઆઈ પર સવાલ ઉઠાવી રહ્યા છે કે સ્ટેડિયમમાં ‘આધુનિક’ સુવિધાઓ સાથે પાણી શોષી લેતું મશીન પણ નથી.

જુઓ વાયરલ મીમ્સ

સોશિયલ મીડિયા પર કેટલીક વધુ તસવીરો પણ વાયરલ થઈ છે, જેમાં એકને હેર ડ્રાયર અને પ્રેસ વડે પિચને સૂકવતા બતાવવામાં આવ્યા છે. દાવો કરવામાં આવ્યો હતો કે આ તસવીર IPLની ફાઈનલ મેચની છે. જો કે, આ દાવો ખોટો નીકળ્યો છે.

તમને જણાવી દઈએ કે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અહીં ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી છે કે વરસાદ બંધ થયાની 30 મિનિટમાં મેચ શરૂ થઈ જશે. પરંતુ આઈપીએલની ફાઈનલ મેચ દરમિયાન જે કંઈ પણ થયું તે જોઈને ચાહકો નિરાશ થયા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">