AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Motera Stadium: મોટેરા સ્ટેડિયમ હવેથી Narendra Modi Stadium તરીકે ઓળખાશે

| Updated on: Feb 24, 2021 | 1:43 PM
Share

Ahmedabad Motera Stadium: અમદાવાદમાં વિશ્વમાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો ભવ્ય અને રંગારંગ ઉદ્ઘાટન સમારોહ યોજાયો. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. જે સરદાર વલ્લભાઈ પટેલ રમત સંકુલનો એક હિસ્સો રહેશે.

Ahmedabad Motera Stadium: અમદાવાદમાં આવેલા મોટેરા સ્ટેડિયમ હવેથી ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ તરીકે ઓળખાશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ સ્ટેડિયમ પરંપરાગત રીતે મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવતું હતું પરંતુ હવે તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. આજે રાષ્ટ્રપતિના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, ખેલમંત્રી કિરણ રિજીજુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત. અમિત શાહે આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરામાં 18 એકરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે. આંતરરાષ્ટ્રીય રમતવીરો માટે તમામ સુવિધાઓ એક જ શહેરમાં હશે. 233 એકર જમીન પર બધુ તૈયાર થશે. ઓલિમ્પિક રમત માટે 6 મહિનામાં તૈયાર થઈ શકીએ એટલી ક્ષમતા આપણી છે. અમદાવાદ હવે સ્પોર્ટ્સ સિટીના નામે ઓળખાશે.

 

Published on: Feb 24, 2021 01:35 PM
g clip-path="url(#clip0_868_265)">