Instagram Reel : દુલ્હને પોતાના લગ્નમાં પહેર્યા કંઈક એવા ઘરેણા, તમે પણ જોઈને રહી જશો દંગ, જુઓ Video
જો તમે સોશિયલ મીડિયાની દુનિયામાં તમે એક્ટિવ રહો છો તો તમને એવી વસ્તુઓ જોવા મળશે, જેના પર તમને કેટલીક વાર વિશ્વાસ કરવો મુશ્કેલ થાય છે. તેમાં કેટલાક દ્રશ્યો એવા હોય છે કે જેને જોઈને લોકોનો દિવસ બની જાય છે અને તેઓ તે વીડિયો વારંવાર જોતા રહે છે.
દરેક છોકરીને પોતાના લગ્નમાં સુંદર દેખાવા માંગે છે. સુંદર દેખાવા માટે અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે, છોકરીઓ અવનવા અખતરા કરતી હોય છે, જેથી દરેક જગ્યાએ તેમની ચર્ચા થાય છે. વેડિંગ ડ્રેસથી લઈને હેર સ્ટાઈલિંગ સુધી, તે દરેક બાબતમાં પરફેક્શનની ઝંખના ધરાવે છે. દુલ્હનના મેકઅપ સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. અત્યારે એવો જ એક અતરંગી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દુલ્હનને ચોકલેટથી પોતાની હેર સ્ટાઈલ કરી છે.
આ પણ વાંચો : Viral Video: શું તમે જાણો છો આ ખતરનાક ‘રેલવે ટ્રેક માર્કેટ’ વિશે?
જો તમે સોશિયલ મીડિયાની દુનિયામાં તમે એક્ટિવ રહો છો તો તમને એવી વસ્તુઓ જોવા મળશે, જેના પર તમને કેટલીક વાર વિશ્વાસ કરવો મુશ્કેલ થાય છે. તેમાં કેટલાક દ્રશ્યો એવા હોય છે કે જેને જોઈને લોકોનો દિવસ બની જાય છે અને તેઓ તે વીડિયો વારંવાર જોતા રહે છે. આવો જ એક અતરંગી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા ચોકલેટ ખાવાની જગ્યાએ હેરસ્ટાઈલ બનાવવામાં ઉપયોગ કરેલ જોવા મળે છે. જેમાં એક મેક-અપ આર્ટિસ્ટે દુલ્હનના વાળને ચોકલેટ અને ટોફીથી હેર સ્ટાઇલ કરી છે.
View this post on Instagram
આ વીડિયોને 71 લાખ લોકોએ જોયો છે
આ વાયરલ વીડિયોમા મેકઅપ આર્ટિસ્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તે કિટ કેટ, 5 સ્ટાર, મિલ્કીબાર અને ફેરેરો રોચર જેવી બ્રાન્ડની ચોકલેટથી દુલ્હનના વાળ સજાવતી જોવા મળે છે. મેંગો બાઈટ ટોફીમાંથી ઝુમકા ( બુટ્ટી) બનાવેલી જોવા મળે છે અને નેકલેસ કેન્ડીથી શણગારવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 71 લાખથી વધુ લોકોએ જોયો છે. જ્યારે 2 લાખથી વધુ લોકોએ તેને લાઈક કરી છે. જેમા યુઝર્સે ઘણી ફની કોમેન્ટ કરી છે.