Instagram Reel: પક્ષીરાજની આંખમા ધૂળ નાખી બાજી મારી ગયું હરણ, જુઓ Video
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાજ, હરણને પકડવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ હરણ પણ શિકારીના પંજામાંથી છટકીને તેને નીચે પછાડીને ત્યાંથી ભાગી જાય છે. વાસ્તવમાં, બાજની ચુંગાલમાંથી બચવા માટે, હરણે પીઠનો પલટો માર્યો હતો, જેના કારણે આખી બાજી પલટાઈ ગઈ હતી.

જમીન પર સિંહ, વાઘ, ચિત્તા જેવા જંગલી પ્રાણીઓ રાજ કરે છે, તેવી જ રીતે આકાશમાં બાજને ખતરનાક પક્ષી માનવામાં આવે છે. તેમની દૃષ્ટિ એટલી તેજ હોય છે કે તે પોતાના શિકાર પર દૂરથી જ નજર રાખે છે. અને મોકો મળતાં જ તેના પર હુમલો કરે છે. તમને ખબર હોવી જોઈએ કે બાજમાં એટલી શક્તિ હોય છે કે તે શિયાળ અને હરણ જેવા પ્રાણીઓને પકડીને આકાશમાં ઉડી શકે છે. બાજની દ્રષ્ટિ એટલી તીક્ષ્ણ હોય છે કે તે પાણીમાં તરતી માછલીઓને પણ દૂરથી જોઈ શકે છે અને ડાઇવિંગ કર્યા પછી તેને પકડીને આકાશમાં ઉડી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાજ હવામાં ઉડતી વખતે જમીન પર હરણને પકડવાની કોશિશ કરે છે, પરંતુ જ્યારે તે ઉડવાની કોશિશ કરે છે ત્યાં જ હરણ બાજની પકડમાંથી છૂટી નીકળે છે.
આ પણ વાંચો : Instagram Reel : “તિતલીયા વર્ગા” પર દુપટ્ટા પહેરીને છોકરાઓએ કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ Video
હરણે મારી બાજી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાજ હરણને પકડવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ હરણ પણ શિકારીના પંજામાંથી છટકીને તેને નીચે પછાડીને ત્યાંથી ભાગી જાય છે. વાસ્તવમાં, બાજની ચુંગાલમાંથી બચવા માટે, હરણે પીઠનો પલટો માર્યો હતો, જેના કારણે આખી બાજી પલટાઈ ગઈ હતી. એડવેન્ચરથી ભરપૂર આ વીડિયોએ ઓનલાઈન યુઝર્સને ખૂબ એન્ટરટેઈન કર્યું છે અને હરણની સ્માર્ટનેસ જોઈને દરેક લોકો પ્રભાવિત થયા છે. બાજના લોહિયાળ પંજાથી હરણે જે રીતે પોતાને બચાવ્યો તે આશ્ચર્યજનક છે.
View this post on Instagram
બાજ અને હરણનો આ વીડિયો beautiful_post_4u નામના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી અપલોડ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને 7000 કરતા વધારે લાઈક મળી છે. તેમજ યુઝર્સે આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી છે. ઘણા યુઝર્સે હરણ સ્માર્ટ , બહાદૂર જેવી કોમેન્ટ કરી હતી.