Instagram Reel : “તિતલીયા વર્ગા” પર દુપટ્ટા પહેરીને છોકરાઓએ કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ Video
આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ ભારતીય શુભપ્રસંગ ડાન્સ વગર પુરા થતા નથી. લગ્ન હોય કે પાર્ટી, લોકો તેમની ઉંમરને પાછળ છોડીને તેમના શાનદાર ડાન્સ કરે છે. હવે આ વીડિયો જ જુઓ, ઘણા છોકરાઓ દુપટ્ટા માથા પર પહેરીને “તિતલીયા વર્ગા” પર ડાન્સ કરતા જોવા મળે છે.

અત્યારે સોશિયલ મીડિયા એક એવું મમાધ્યમ બની ગયું છે કે સામાન્ય લોકો પણ તેના પર વિવિધ પ્રકારના વીડિયો જોઈ શકે છે. જેને લોકો આતુરતાથી બીજા લોકો સાથે પણ શેર કરે છે. ખાસ કરીને જો વિડિયો ડાન્સનો હોય તો લોકોને જોવામાં ખૂબ જ રસ પડે છે. આ દિવસોમાં પણ આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં કેટલાક મિત્રો મસ્તીના અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે. જે જોયા પછી તમે પણ હસવાનું રોકી શકશો નહી.
આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ ભારતીય પ્રસંગો ડાન્સ વગર પુરા થતા નથી. લગ્ન હોય કે પાર્ટી, લોકો તેમની ઉંમરને પાછળ છોડીને તેમના શાનદાર ડાન્સ કરે છે. હવે આ વીડિયો જ જુઓ, ઘણા છોકરાઓ દુપટ્ટા માથા પર પહેરીને “તિતલીયા વર્ગા” પર ડાન્સ કરતા જોવા મળે છે. તેમનું ડાન્સ પરફોર્મન્સ જબરદસ્ત છે. છોકરાઓના ડાન્સ મૂવ્સને પણ લોકો પસંદ કરી રહ્યા છે. આ તમામ મિત્રો દુપટ્ટા સાથે આકર્ષક સ્ટાઈલમાં ગ્રુપ ડાન્સ કરતા જોવા મળે છે.
આ પણ વાંચો : Viral Video: રેસની શરુઆતમાં પડી ગઈ છતાં અંતે જીતી ગઈ મહિલા, હિંમતવાન એથલિટે જીત્યુ સૌનું દિલ
વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા મિત્રો એક ગ્રુપ બનાવે છે અને સ્ટેજ પર ચઢી જાય છે અને દુપટ્ટા પહેરીને “Titliyan Varga” પર ડાન્સ કરતા જોવા મળે છે. લોકોને ડાન્સ કરતા જોઈને પાર્ટીમાં હાજર અન્ય મહેમાનો પણ તેની સાથે ડાન્સ કરવા ઉભા થઈ જાય છે. પછી ધીમે ધીમે બધા એકબીજા સાથે ખૂબ જોરશોરથી ડાન્સ કરે છે. બધા મહેમાનો તેમના પ્રદર્શનથી પ્રભાવિત થાય છે અને તેમને ખૂબ જ ઉત્સાહિત કરે છે. આ બધા મિત્રોએ તેમના માથાને દુપટ્ટાથી ઢાંક્યા છે અને ખૂબ જ રમુજી રીતે, તેઓ ટ્રેંડિંગ ગીત “તિતલીયા વર્ગા” પર ડાન્સ કરતા જોવા મળે છે.
View this post on Instagram
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘thedanceworldwedding’ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘પરફેક્ટ સોંગ ટુ પરફોર્મ યોર ફ્રેન્ડ ફંક્શન.’ અત્યાર સુધી 61 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે અને કોમેન્ટ કરી છે.