Viral Video : ભારતના સૌથી લાંબા હાથીનો વીડિયો વાયરલ, અત્યાર સુધી 15 લોકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યો છે

|

Jan 09, 2023 | 10:50 AM

India Elephant : હાથીનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 23 સેકન્ડના આ વીડિયોને 50 લાખથી વધુ એટલે કે 50 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 27 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Viral Video : ભારતના સૌથી લાંબા હાથીનો વીડિયો વાયરલ, અત્યાર સુધી 15 લોકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યો છે
ભારતના સૌથી લાંબા 'ગજરાજ'નો વીડિયો જુઓ
Image Credit source: Twitter

Follow us on

પહેલાના જમાનામાં ભલે ડાયનાસોર જેવા વિશાળ અને ખતરનાક પ્રાણીઓ હતા, પરંતુ આજના સમયમાં હાથીને સૌથી મોટું અને કદાવદાર પ્રાણી માનવામાં આવે છે. તેને ખતરનાક પ્રાણીઓ પણ માનવામાં આવે છે, પરંતુ તે જ સમયે તેઓ મનુષ્ય કરતાં વધુ બુદ્ધિશાળી પણ માનવામાં આવે છે. તમે મોટા કે નાના અનેક પ્રકારના હાથીઓ જોયા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં સૌથી લાંબો હાથી કોણ છે અને હાલમાં તે ક્યાં છે? આજકાલ આ હાથી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મંદિરની અંદરથી બહાર આવતો જોવા મળી રહ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના આ સૌથી લાંબા હાથીનું નામ થેચિક્કોટ્ટુકાવુ રામચંદ્રન છે, જે 58 વર્ષના છે અને હજુ પણ જીવિત છે. તેને દેશનો સૌથી ખતરનાક હાથી માનવામાં આવે છે, જેણે અત્યાર સુધીમાં 15 લોકોને મોતને ધાટ ઉતાર્યા છે. એટલું જ નહીં તેણે 3 હાથીઓને પણ મારી નાખ્યા છે. જો કે તેમ છતાં કેરળમાં આ હાથીની પૂજા કરવામાં આવે છે. અહેવાલો અનુસાર, આ હાથી ત્રિશૂર પુરમ તહેવારના અવસર પર વદકુન્નાથન મંદિરનો દરવાજો ખોલે છે. આ પ્રસંગે હાથીનો મેકઅપ પણ કરવામાં આવે છે. લોકો આ હાથીને પ્રેમથી રામન નામથી બોલાવે છે. વાયરલ વીડિયોમાં દેખાતું દ્રશ્ય કદાચ આ તહેવાર દરમિયાનનું છે, પરંતુ તેના વિશે કોઈ નક્કર માહિતી નથી.

ભારતના સૌથી લાંબા ‘ગજરાજ’નો વીડિયો જુઓ

‘ખૂની’ હાથીનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TansuYegen નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 23 સેકન્ડના આ વીડિયોને 50 લાખથી વધુ એટલે કે 50 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 27 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

સાથે જ આ પોસ્ટ પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે તે ‘સુપર ટોલ એનિમલ’ છે તો કેટલાક કહી રહ્યા છે કે તે બાહુબલીનો હાથી છે. તે જ સમયે, કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે કલ્પના કરો કે જો આ હાથી યુદ્ધના મેદાનમાં હોત તો તેણે કેટલો વિનાશ કર્યો હોત.

Published On - 10:49 am, Mon, 9 January 23

Next Article