Viral Video: ધોમધખતા તાપમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે પાણીની સેવા, વિડિયો જોઈને લોકો પણ ખુશ

એક વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે, જે તડકામાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓને પાણીની બોટલો આપી રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે.

Viral Video: ધોમધખતા તાપમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે પાણીની સેવા, વિડિયો જોઈને લોકો પણ ખુશ
Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2023 | 3:13 PM

ધોમધખતા તાપમાં ડ્યુટી કરવી સૌથી મુશ્કેલ હોય છે અને આવી સ્થિતિમાં પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત પોલીસકર્મીઓ પોતાની ફરજમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને શ્વાસ લેવાનો સમય પણ મળતો નથી. આવી સ્થિતિમાં જો કોઈ ઉનાળામાં ફરજ બજાવતા આ પોલીસકર્મીઓ પાસે જઈને તેમને પાણી આપે તો તેઓ કેટલી તાજગી અનુભવે છે, તમે આ વાયરલ વીડિયોમાં જોઈ શકો છો.

આ  પણ વાચો: Viral Video : JCBના ડ્રાઈવરે કારને ભયાનક રીતે આપ્યો રસ્તો, વીડિયો જોઈને લોકોએ કહ્યું- આને કહેવાય અસલી હેવી ડ્રાઈવર !

Gut Cleaning : સવારે ઉઠ્યા બાદ કરો આ 5 કામ, પેટ થશે બરાબર સાફ
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર સાથે જાહ્નવી કપૂર તિરુપતિ પહોંચી, જુઓ Photos
Vastu Tips : ઘરની દક્ષિણ દિશામાં રાખશો આ 5 વસ્તુઓ, તો થોડા દિવસોમાં થઈ જશો કંગાળ !
આ ગુજરાતી કંપનીનો શેર છે નોટ છાપવાનું મશીન, 21 ટકા વધ્યો સ્ટોકનો ભાવ
Weight Loss Tips : ઝડપી વજન ઘટાડવાથી સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર ! જાણો કારણ
કુંભ મેળામાં સાધ્વી બનશે Apple ના સ્થાપકની પત્ની,અઢળક રૂપિયાની છે માલકિન

હૈદરાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિનું સારૂ કાર્ય કરતા જોવા મળ્યો છે. આ વ્યક્તિ ટ્રાફિક પોલીસ પાસે જઈને તેમને પાણીની બોટલનું વિતરણ કરી રહ્યો છે, જેથી તેઓ ગરમીમાં તેમના શરીરને હાઈડ્રેટ કરી શકે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે. થોડા સમય માટે તડકામાં રહેવાથી તમને કેટલી તકલીફ થાય છે, તો વિચારો કે તડકામાં સતત પોતાની ફરજ બજાવતા આ પોલીસકર્મીઓની શું હાલત હશે, પરંતુ તે તેમનું કામ છે તેમ કહીને આગળ વધવાને બદલે, પાણી આપવાનું વિચારતા આ વ્યક્તિના લોકો વખાણ કરી રહ્યા છે.

પોલીસને પાણીની બોટલ આપતો આ વ્યક્તિ

ઉનાળા દરમિયાન, ટ્રાફિક પોલીસ અધિકારીઓ વધતી ગરમીને કારણે હીટ સ્ટ્રોક અથવા ડિહાઇડ્રેશનનો ભોગ બની શકે છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ આકરી ગરમીમાં કામ કરી રહેલા ટ્રાફિક પોલીસકર્મીઓને પાણીની બોટલ આપી રહ્યો છે. આવી સ્થિતિમાં, પોલીસકર્મીઓના ચહેરા પર સ્મિત આવે છે અને તેઓ આ વ્યક્તિનો આભાર માને છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “તેલંગાણા ટ્રાફિક પોલીસ.”

યુઝર્સે આવી પ્રતિક્રિયાઓ આપી

વાયરલ વીડિયો હૈદરાબાદનો છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. વપરાશકર્તાઓ આ વ્યક્તિની વિચારસરણી અને દયાથી ખૂબ પ્રભાવિત થયા છે. એક યુઝરે લખ્યું, “આપનો ખુબ ખુબ આભાર, ભગવાન તમારૂ ભલું કરે” અન્ય યુઝરે લખ્યું, “આખરે ઇન્સ્ટાગ્રામે આજે મને એક સારો વિડિયો બતાવ્યો, આ વીડિયો એવો જ છે જેને આપણે ઇન્સ્ટા રીલ્સ પર જોવા માંગીએ છીએ. અન્ય યુઝરે લખ્યું, પોલીસકર્મીની પુત્રી તરીકે, હું આ જોઈને ખૂબ જ ખુશ છું, માત્ર તેમના પરિવારજનો જ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે. તેમને મદદ કરવા બદલ તમારો આભાર, હું તમારા જેવા લોકોનું સન્માન કરું છું.”

g clip-path="url(#clip0_868_265)">