Viral: 6 સેકેન્ડનો આ વીડિયો સમજાવે છે હેલ્મેટનું મહત્વ, IPS અધિકારીએ વીડિયો કર્યો શેર
માત્ર 6 સેકન્ડનો આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'માત્ર 6 સેકન્ડમાં હેલ્મેટનું મહત્વ જાણો'.
સમગ્ર વિશ્વમાં અવારનવાર માર્ગ અકસ્માત (Road Accidents)ના સમાચાર સાંભળવા મળે છે. જો આપણે ભારતની વાત કરીએ તો અહીં દર વર્ષે માર્ગ અકસ્માતની સંખ્યા વધી રહી છે. દર વર્ષે સેંકડો યુવાનો, ખાસ કરીને બાઈક સવારો માથામાં ગંભીર ઈજાઓના કારણે જીવ ગુમાવે છે. આ જ કારણ છે કે લોકોને હેલ્મેટ (Helmet) પહેરવા સહિત સલામતીનાં પગલાંનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. માથાની ગંભીર ઇજાઓ સામે રક્ષણ આપવા માટે હેલ્મેટ કરતાં વધુ સારૂ સુરક્ષા કવચ કોઈ નથી.
એક રિપોર્ટ અનુસાર હેલ્મેટથી મૃત્યુમાં લગભગ 42 ટકાનો ઘટાડો થાય છે. જો કે સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા વીડિયો વાયરલ (Viral Videos) થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો રોડ અકસ્માત સાથે જોડાયેલા હોય છે. આવા ઘણા વીડિયો પણ છે જેમાં હેલ્મેટ પહેરવાને કારણે લોકોનો જીવ બચી ગયો છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને પણ હેલ્મેટનું મહત્વ સમજાઈ જશે.
#Helmet का महत्व सीखें सिर्फ 6 सेकेंड में. pic.twitter.com/wzuVjVGVvt
— Dipanshu Kabra (@ipskabra) January 14, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો છે અને સ્ટન્ટ કરવા જતાં તે ખરાબ રીતે પડે છે. જો કે તે નસીબદાર હતો કે તેણે હેલ્મેટ પહેર્યું હતું, નહીંતર તે જે રીતે પડી ગયો તેનાથી તેને માથામાં ગંભીર ઈજા થઈ શકી હોત અને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોત, પરંતુ હેલ્મેટના કારણે તેની સાથે કોઈ ગંભીર અકસ્માત ન થયો.
માત્ર 6 સેકન્ડનો આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘માત્ર 6 સેકન્ડમાં હેલ્મેટનું મહત્વ જાણો’. આ વીડિયોને અત્યાર સુધીમાં 49 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2800થી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.
ઘણા લોકોએ વીડિયો જોયા પછી કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘હેલ્મેટની ક્વોલિટીનો પ્રચાર કરી રહ્યો હોય તેવું લાગે છે. અથવા તેના બદલે તેનો સારો દિવસ હતો’, જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ કરી, ‘હેલ્મેટેએ સ્થળ પર જ મૃત્યુને અટકાવ્યું’.
આ પણ વાંચો: Success Story: નોકરી છોડી અપનાવી ખેતી, આ યુવા ખેડૂતે આપદાને અવસરમાં બદલી લાખોમાં કરી કમાણી
આ પણ વાંચો: આ કાળા સાંઢના માથે બે નહીં ત્રણ શિંગડા છે