‘Tauktae’ વાવાઝોડાથી Amitabh Bachchan ની ઓફિસને થયું ભારે નુકસાન, લિકેજ અને બાઢ જેવી સ્થિતિ, શેલ્ટર પણ ઉડ્યા

મુંબઇના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનને કારણે લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. અમિતાભ બચ્ચનની ઓફિસ પણ આની જપેટમાં આવી ગઈ છે.

'Tauktae' વાવાઝોડાથી Amitabh Bachchan ની ઓફિસને થયું ભારે નુકસાન, લિકેજ અને બાઢ જેવી સ્થિતિ, શેલ્ટર પણ ઉડ્યા
Amitabh Bachchan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 18, 2021 | 7:39 PM

ચક્રવાતી તોફાન તાઉ તેની અસર સોમવારે મહારાષ્ટ્રના જુદા જુદા સ્થળોએ જોવા મળી હતી. અરબી સમુદ્રમાં બનેલ આ ચક્રવાત પોતાની સાથે ભારે વરસાદ અને પવન લઈને આવ્યો છે. મુંબઇના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનને કારણે લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. અમિતાભ બચ્ચનની ઓફિસ પણ આની જપેટમાં આવી ગઈ છે.

ઓફિસને થયું નુકસાન

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે તેમની ઓફિસ જનકમાં પાણી ભરાઈ ગયું છે. આ સમય દરમિયાન, તેમની ઓફિસના કર્મચારીઓના શેલ્ટર પણ ઉડી ગયા હતા.

તેમણે લખ્યું કે ‘અહીં ચક્રવાતની વચ્ચે એક ઉડો સન્નાટો છે. દિવસભર ભારે વરસાદ, ઝાડ પડ્યા, ચારે બાજુ પાણીની લિકજ, જનક ઓફિસમાં પાણી ભરાઈ ગયા, ભારે વરસાદ માટે પ્લાસ્ટિકની કવરશીટો ફાટી ગઈ .. કેટલાક સ્ટાફ માટે બનાવેલ શેડ્સ અને શેલ્ટર્સ ઉડી ગયા છે. પરંતુ લડવાની ભાવના અકબંધ રહે છે. બધા તૈયાર છે, બહાર નીકળવાનું, ઠીક કરવાનું, ભીની હાલતમાં પણ કામ ચાલી રહ્યું છે.

સ્ટાફના વખાણ કર્યા

અમિતાભે વધુમાં લખ્યું છે કે, ‘સાચું કહું તો, કમાલનો સ્ટાફ .. તેમના યુનિફોર્મ ભીના છે અને સતત પાણી ટપકતું રહે છે પરંતુ તેઓ વ્યસ્ત છે. મેં પોતે મારા વોર્ડરોબમાંથી તેમને તરત જ બદલવા માટે કપડાં આપ્યા. અને હવે તેઓ ગર્વથી ચેલ્સિયા અને જયપુર પિંક પેન્થરના સમર્થકો તરીકે આગળ વધે છે. કેટલાક પર તે ઢીલા છે તો કેટલાક ટાઈટ છે.” અહીં અમિતાભ બચ્ચન અભિષેકની કબડ્ડી ટીમ પિંક પેન્થરના Tshirt સંગ્રહ વિશે વાત કરી રહ્યા છે.

આ પ્રોજેક્ટ્સમાં છે વ્યસ્ત

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન આજકાલ ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 13 માં વ્યસ્ત છે. શો માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તે દરરોજ પ્રેક્ષકોને એક સવાલ આપી રહ્યો છે, સાચો જવાબ આપીને તેમને હોટસીટ પર બેસવાનો મોકો મળી શકે છે.

ફિલ્મ્સની વાત કરીએ તો અમિતાભ બચ્ચન આગામી દિવસોમાં ફિલ્મ ‘ગુડબાય’ નું શૂટિંગ કરશે. પહેલીવાર તે પડદા પર નીના ગુપ્તાની સાથે જોવા મળશે. આ સિવાય અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મો ‘ચેહરે’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘ઝુંડ’ અને ‘ધ ઇન્ટર્ન’ છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">