‘મુન્ની’ના કારણે પોલીસ થઈ બદનામ, મહિલા સબ ઈન્સ્પેક્ટર 5000ની લાંચ લેતા ઝડપાયા, જુઓ Viral Video
મહિલા પોલીસ મુન્ની દેવીને રૂ. 5,000ની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, મુન્નીએ માત્ર પોતાની ઈમાનદારીને થોડા પૈસા માટે વેચી ન હતી, પરંતુ ન્યાય અને ખાખીને પણ બદનામ કરી હતી.
હરિયાણામાં ફરી એકવાર ખાખી પર દાગ લાગ્યો છે. તાજેતરનો મામલો ભિવાનીનો છે. જ્યાં ભિવાની અને હિસાર વિજિલન્સની સંયુક્ત ટીમે એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરને પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી છે. કહેવાય છે કે, ભિવાનીના બાવાનીખેડી પોલીસ સ્ટેશનમાં એક મહિલાનો કેસ ચાલી રહ્યો હતો, જેમાં કેટલાક પૈસા વસૂલવાના હતા. મહત્વનું છે કે હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાચો: પ્રેમમાં દગો મળ્યો, તો યુવતીએ રસ્તા વચ્ચે કર્યો હંગામો, જુઓ ધમાલનો Viral Video
આરોપ છે કે આ વસૂલાતના બદલામાં, ત્યા તૈનાત અને કેસની તપાસ કરી રહેલા સબ ઇન્સ્પેક્ટર (SI) મુન્ની દેવીએ પાંચ હજાર રૂપિયાની માંગણી કરી, જેના માટે ફરિયાદી મહિલાએ હિસાર વિજિલન્સ ટીમને ફરિયાદ કરી હતી.
कल हिसार एवं भवानी विजिलेस विभाग की संयुक्त टीम ने बवानीखेड़ा की महिला सब इंस्पेक्टर मुन्नी देवी को भिवानी लघु सचिवालय में 5 हजार रुपए रिश्वत लेते किया गिरफ़्तार। विदित हो कि, ये वही महिला एसआई हैं जिसे गणतंत्र दिवस पर उनके बेहतर काम और ईमानदारी के लिए सम्मानित किया गया था। pic.twitter.com/lzofLm1guk
— NCIB Headquarters (@NCIBHQ) March 29, 2023
મહિલાની ફરિયાદ પર, હિસાર અને ભિવાની વિજિલન્સની સંયુક્ત ટીમે સબ-ઇન્સ્પેક્ટર મુન્ની દેવીને 5000 રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા. મામલો પોલીસને લગતો હોવાના કારણે વિજિલન્સની ટીમ પણ લાંબા સમયથી મૂંઝવણમાં જોવા મળી હતી. મહિલા સબ-ઇન્સ્પેક્ટરને પકડ્યાના લગભગ ત્રણ કલાક પછી વિજિલન્સ ટીમના અધિકારીઓ મીડિયાની સામે આવ્યા હતા.
ન્યાય અને ખાખીને પણ બદનામ કર્યો હતો
તકેદારી નિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, બાવનીખેડા પોલીસ સ્ટેશનમાં વસૂલાતના કેસમાં તપાસ અધિકારી સબ ઇન્સ્પેક્ટર મુન્ની દેવી દ્વારા લાંચની માંગણીની ફરિયાદ મળી હતી. આના પર સંયુક્ત કાર્યવાહી કરીને હિસાર-ભિવાની વિજિલન્સે સબ-ઇન્સ્પેક્ટર મુન્ની દેવીને 5,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, મુન્નીએ માત્ર પોતાના ઈમામને થોડા પૈસા માટે વેચી ન હતી, પરંતુ ન્યાય અને ખાખીને પણ બદનામ કર્યો હતો.