AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજીબોગરીબ કિસ્સો : વ્યક્તિની દાઢમાં ઊગી નીકળ્યો જામફળનો છોડ, ડેન્ટિસ્ટ પણ ચોંકી ગયા !

એક વ્યક્તિ દાંતના અસહ્ય દુખાવાની ફરિયાદ સાથે ડેન્ટિસ્ટ પાસે પહોંચ્યો હતો. તપાસ દરમિયાન ઉપરની અક્કલ દાઢના સડામાં ફસાયેલું જામફળનું બીજ અંકુરિત થયેલું જોવા મળ્યું. જાણો આ અજીબોગરીબ કિસ્સા પાછળનું કારણ અને ઓરલ હાઈજીનની યોગ્ય રીતો.

અજીબોગરીબ કિસ્સો : વ્યક્તિની દાઢમાં ઊગી નીકળ્યો જામફળનો છોડ, ડેન્ટિસ્ટ પણ ચોંકી ગયા !
| Updated on: Sep 10, 2026 | 4:17 PM
Share

બાળપણમાં મોટાભાગે દાદી-નાની કે માતા એવું કહીને ડરાવતી હતી કે જામફળના બીજ ગળી જવાથી પેટમાં તેનું ઝાડ ઊગી નીકળશે. પરંતુ આ કિસ્સો જોતાં એ કાલ્પનિક વાત થોડી સાચી પડતી દેખાઈ રહી છે. હકીકતમાં, એક વ્યક્તિને દાંતના દુખાવાની સમસ્યા હતી, અને જ્યારે તે ડૉક્ટર પાસે પહોંચ્યો ત્યારે તેની અક્કલ દાઢમાંથી જામફળનો છોડ બહાર આવતો જોવા મળ્યો હતો.

દાંતમાં દુખાવો થવો ખૂબ સામાન્ય બાબત છે. અલગ-અલગ કારણોસર કોઈના પણ દાંત કે દાઢમાં સોજો આવી શકે છે, જેને લીધે દુખાવો શરૂ થાય છે. પરંતુ અક્કલ દાઢમાં દુખાવાનો એક એવો કિસ્સો પણ સામે આવી ચૂક્યો છે જેને જોઈને ખુદ ડેન્ટિસ્ટે માથું પકડી લીધું હતું. આવો કિસ્સો ન ક્યારેય પહેલાં જોવા મળ્યો હતો કે ન સાંભળવા મળ્યો હતો. તાઇવાનના એક વ્યક્તિને દાંતમાં અસહ્ય દુખાવો ઉપડતાં તે ડેન્ટિસ્ટ પાસે પહોંચ્યો. તપાસમાં માલૂમ પડ્યું કે તેની અક્કલ દાઢમાં ગંભીર સમસ્યા છે, જેથી તેને કાઢી નાખવી પડશે.

દાઢ કાઢતી વખતે ડેન્ટિસ્ટે અંદરનો નજારો જોયો

જ્યારે ડેન્ટિસ્ટ તે વ્યક્તિની દાઢ બહાર કાઢી રહ્યા હતા, ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. વાસ્તવમાં, ઉપરની અક્કલ દાઢની અંદરથી જામફળનો છોડ અંકુરિત થઈ રહ્યો હતો. દર્દીએ જણાવ્યું કે થોડા દિવસ પહેલાં તે જ મહિનાની શરૂઆતમાં તેણે જામફળ ખાધું હતું.

છોડ કેવી રીતે અંકુરિત થયો?

મળતી માહિતી મુજબ, તે વ્યક્તિ પોતાના મોંની સાફ-સફાઈ (ઓરલ હાઈજીન)નું પૂરતું ધ્યાન રાખતો નહોતો. જે અક્કલ દાઢમાં દુખાવો હતો, તેની બરાબર નીચેની અક્કલ દાઢ પહેલેથી જ નહોતી. ઉપરની દાઢમાં મોટો સડો (કેવિટી) થઈ ગયો હતો, જેમાં ફસાયેલું જામફળનું બીજ ધીમે-ધીમે અંકુરિત થવા લાગ્યું. નીચેની દાઢ ગેરહાજર હોવાને કારણે બીજને ફૂટવા અને વધવા માટે પૂરતી જગ્યા મળી ગઈ. આ અંકુરિત છોડ લગભગ 10 દિવસ જૂનો હોવાનું જણાવાયું હતું. આ કેસ સંબંધિત અહેવાલ 2013માં બ્રિટિશ ડેન્ટલ જર્નલમાં પ્રકાશિત થયો હતો. જુઓ video

ખરાબ ઓરલ હાઈજીનના નુકસાન

મોંની સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણા સંશોધનો જણાવે છે કે મેટાબોલિક અને પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે મોંની સ્વચ્છતા અનિવાર્ય છે. જો તમે ઓરલ હાઈજીન જાળવતા નથી, તો સૌથી પહેલાં કેવિટી અને ટાર્ટર (દાંત પર મેલ જામવો)ની સમસ્યા થઈ શકે છે, જે દાંત તેમજ પેઢા માટે અત્યંત નુકસાનકારક છે.

મોં કેવી રીતે સાફ રાખવું?

ડેન્ટલ ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, નીચે મુજબની બાબતોથી ઓરલ હાઈજીન જાળવી શકાય છે:

  • નિયમિત રીતે બ્રશ અને ફ્લોસિંગ કરવું
  • મીઠાઈ, વધુ ખાંડવાળા ખોરાક અને પીણાંનું સેવન મર્યાદિત કરવું
  • તમાકુ અને ધૂમ્રપાનથી દૂર રહેવું
  • પૂરતા પ્રમાણમાં પાણી પીવું
  • નિયમિત ડેન્ટલ ચેકઅપ કરાવવું

આયુર્વેદિક ઉપાયો

આયુર્વેદ નિષ્ણાતોએ પણ મોંની કેવિટી અને સમસ્યાઓ દૂર કરવા માટે શ્રેષ્ઠ નુસખા દર્શાવ્યા છે. જેમાં તમે ગંડૂષ અને કવલ (તેલ કે ઔષધીય પ્રવાહી મોંમાં ભરી રાખવું અને કોગળા કરવા) જેવી ક્રિયાઓ કરી શકો છો. આ સિવાય દાંત સાફ કરવા માટે દંત ચૂર્ણ, લવિંગ અને લીમડાના દાતણનો ઉપયોગ પણ કરી શકાય છે.

નોંધ:

આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો આધારે તૈયાર કરવામાં આવ્યા છે. સમાચારમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે TV9 ગુજરાતી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.

Trending: ઇન્ટરનેટ પર છવાયો 1980 નો જાદુ, દિગ્ગજ નેતાઓ પણ બન્યા 40 વર્ષ જૂના જમાનાના ફેન

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">