Viral: આખરે એવું તો શું છે આ વીડિયોમાં કે લોકોએ ધડાઘડ 16 લાખ લાઈક કર્યા, જુઓ તમે પણ
વીડિયોમાં એક હંસ માછલીઓને પ્રેમથી ખવડાવતો જોવા મળે છે. આ વીડિયો જોયા પછી લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. ત્યારે લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.
જાનવરોને લગતા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Videos)થતા રહે છે. આમાંના મોટાભાગના, ઇન્ટરનેટ યુઝર્સ પ્રાણીઓ વચ્ચે અનન્ય મિત્રતાના વીડિઓ જોવાનું પસંદ કરે છે. એવું ઘણી વખત જોવામાં આવ્યું છે કે પ્રાણીઓ તેમની જાતિ સિવાયના અન્ય પ્રાણીઓ સાથે મિત્રતા કરે છે.
ખાસ કરીને એવા રસપ્રદ વીડિયો જેમાં બંને પ્રાણીઓ એકબીજાના દુશ્મનો હોય તેવા લોકોને વધુ પસંદ આવી રહ્યા છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ દંગ રહી જશો. વીડિયોમાં એક હંસ માછલીઓને અનાજ ખવડાવતો જોવા મળે છે. આ વીડિયો (Amazing Viral Videos) જોયા પછી કોઈને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો.
હંસ અને માછલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. વાયરલ વીડિયો (Geese and Fish Video)માં તમે જોઈ શકો છો કે એક હંસ નદીમાં ખડક પાસે માછલીઓને પ્રેમથી ખવડાવી રહ્યો છે. વીડિયોમાં જે રીતે હંસ પીંજરામાં રાખેલા અનાજને ચાંચમાં ભરીને માછલીઓને ખવડાવી રહ્યો છે તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
કારણ કે, હંસ અને માછલી વચ્ચે આવી મિત્રતા ક્યારેય જોવા મળી નથી. હંસ હંમેશા માછલીનો શિકાર કરે છે. પરંતુ આ વીડિયોમાં મામલો બિલકુલ વિપરીત જોવા મળી રહ્યો છે. શિકાર કરવાને બદલે, હંસ માછલીઓ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યો છે.
View this post on Instagram
આ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો છે, પરંતુ આ અનોખી મિત્રતાના વીડિયોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ વીડિયો beautiffulgram નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને કેટલો પસંદ કરી રહ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં 16 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે.
આ સંખ્યા સતત વધી રહી છે. જો કે, આ વીડિયો જોયા પછી, ઘણા વપરાશકર્તાઓના મનમાં એક જ પ્રશ્ન છે કે શું હંસ અને માછલીઓ પણ મિત્રતા કરી શકે છે?
આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સનો અભિપ્રાય અલગ-અલગ છે. કેટલાક લોકો હંસ અને માછલી વચ્ચેની અનોખી મિત્રતા કહી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સનું માનવું છે કે હંસ આ માછલીઓને પછી પોતાનો ખોરાક બનાવી લેશે.
આ પણ વાંચો: Success Story: ભાડાની જમીન પર કરી ફૂલની ખેતી, હવે આ પ્રદેશના પહેલા ફ્લાવર બ્રાન્ડ એમ્બેસેડર છે આ ખેડૂત
આ પણ વાંચો: Viral Video: પક્ષીઓની ઈમરજન્સી બેઠક જોઈ લોકો બોલ્યા ખાલી ભાષાનો જ ફેર છે