AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્લાસરૂમમાં પાપાની પરીઓ વચ્ચે થઈ તૂ-તૂ મે-મે, વીડિયો થયો વાયરલ

આ વીડિયોને સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે, કોણ વધુ હોટ છે તે અંગે બંને વચ્ચે લડાઈ ચાલી રહી છે. માત્ર 23 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 63 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

ક્લાસરૂમમાં પાપાની પરીઓ વચ્ચે થઈ તૂ-તૂ મે-મે, વીડિયો થયો વાયરલ
girls-fighting-video
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 1:48 PM
Share

લોકો વચ્ચે અવાર-નવાર લડાઈ-ઝઘડા થતાં રહેતા હોય છે. કેટલીકવાર લોકો નાની-નાની બાબતોમાં એકબીજા સાથે મગજમારી કરતાં હોય છે અને પછી તે નાનો ઝઘડો મોટામાં ફેરવાઈ જાય છે. તમે એ પણ જોયું હશે કે ઘણી વખત ‘તુ-તુ, મેં-મૈં’થી શરૂ થયેલી લડાઈ મારામારી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં આ ઝઘડા જીવલેણ પણ બની જાય છે. આવા ઝઘડાને લગતા વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે છોકરીઓ એકબીજા સાથે જોરદાર લડતી જોવા મળે છે અને તે પણ ક્લાસરૂમમાં જ.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ક્લાસરૂમમાં બે મોટી સ્ક્રીન છે, જ્યારે સામે ટેબલ પર લેપટોપ અને પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે. તે જ સમયે, વર્ગખંડમાં જ બે છોકરીઓ એકબીજાના વાળ પકડીને લડતી જોવા મળે છે. તેમની વચ્ચે ઘણી ઝપાઝપી થઈ છે. આ દરમિયાન, અન્ય ઘણા છોકરાઓ અને છોકરીઓ વર્ગખંડમાં હાજર હોય છે, પરંતુ કોઈ તેમના ઝઘડાની વચ્ચે આવવા માંગતું નથી કે તેમના ઝઘડાને બંધ કરવા માટે કોઈ પ્રયાસ કરી રહ્યું નથી. જો કે, પાછળથી એક છોકરી બહારથી આવે છે અને બંનેને બચાવવાનો પ્રયાસ કરે છે. પછી ક્યાંક તેઓ એકબીજાથી અલગ થઈ જાય છે, નહીં તો જે રીતે બંને એકબીજાને થપ્પડ મારતા રહેત, તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેમની લડાઈ ક્યારેય ખતમ નહીં થાય.

જુઓ છોકરીઓની આ તૂ-તૂ મે-મે લડાઈ

ઝઘડાનો આ વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક છે, જેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Baharikekalesh નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે- બંનેમાંથી કોણ વધુ હોટ છે. માત્ર 23 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 63 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે. લોકો વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે બંને હોટ છે, તો કેટલાંક કહે છે કે ‘આમાં લડવાની શું જરૂર છે… અમે જ કહી દઈએ કે કોણ હોટ છે’.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">