AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીકરીના પિતાએ લગ્નની કંકોત્રીમાં એવો મેસેજ લખ્યો કે, જે સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે

મધ્યપ્રદેશના ઝાબુઆની એક લગ્નની કંકોત્રી હાલના દિવસોમાં વાયરલ થઈ રહી છે. આ કાર્ડ દ્વારા છોકરીના પિતાએ સમાજને દાપા નામની પ્રથાથી દુર રહેવાની સલાહ આપી હતી. આ પ્રથામાં વર પક્ષ કન્યા પક્ષને પૈસા આપે છે.

દીકરીના પિતાએ લગ્નની કંકોત્રીમાં એવો મેસેજ લખ્યો કે, જે સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે
Follow Us:
| Updated on: Apr 28, 2025 | 11:22 AM

દેશભરમાં હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. આ વચ્ચે મધ્યપ્રદેશના એક લગ્નનું કાર્ડ ખુબ વાયરલ થઈ રહ્યું છે. જેના તમામ લોકો વખાણ કરી રહ્યા છે. આ કાર્ડ દ્વારા દુલ્હનના પિતાએ સમાજને એક ખાસ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. જે હવે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કારણે આ કાર્ડ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. તમામ લોકો આ કાર્ડના વખાણ પણ કરી રહ્યા છે.

ઝાબુઆ જિલ્લાના કાલાખૂંટ ગામમાં રહેનાર દવાલા નિનામા પોતાના સમાજ માટે ઉદાહરણ બન્યા છે.દવાલાની દીકરી અમિષાના લગ્ન 1 મેના રોજ ગુજરાતના નેહુલના રહેવાસી જયરાજા માવી સાથે થશે. આખો પરિવાર લગ્નની તૈયારીઓમાં જોવા મળી રહ્યો છે. પિતાએ પોતાની દીકરીના લગ્નમાં કોઈ કમી ન રહે તેની વ્યવસ્થા કરી રહ્યો છે.તે પોતાની દીકરી અમિષાના લગ્ન દાપા લીધા વગર કરી રહ્યા છે. તેમણે આ વિશે લગ્નની કંકોત્રી દ્વારા સમાજને ખાસ સંદેશ આપ્યો છે.

 girl father has advised the society to distance from Daapa

સારા તેંડુલકરે પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી !
વિરાટ અને રોહિતનું ગજબ કનેક્શન, એકસમાન રેકોર્ડ અને નિર્ણયનો વિચિત્ર સંયોગ
Jioનો ડેટા વગરનો પ્લાન, 1 વર્ષ સુધી સીમકાર્ડ રહેશે એક્ટિવ
Uric Acid વધે ત્યારે ખાલી પેટ શું ખાવું?
જુડવા બાળકોની માતા 50 વર્ષની અભિનેત્રી, જુઓ પરિવાર
શું મીઠા દહીંના સેવનથી સુગર લેવલ વધે છે?

નહી લે દાપા

લગ્નની કંકોત્રીમાં પિતા દવાલાએ લખ્યું કે, હું મારી લાડલી દીકરીના લગ્નમાં દાપા (દહેજ)  લઈશ નહી. તમે પણ લેતા નહી આપણી દીકરી ખુશ રહેશે. દાપાને લઈ દવાલાએ જણાવ્યું કે,વર્ષ 2006માં પોતાના લગ્ન થયા હતા. તે સમયે તેમણે 60 હજાર રુપિયાનું દેવું લઈ દાપા આપ્યો હતો. જેને તેમણે વર્ષો બાદ પોતાની પત્ની સાથે મજુરી કરીને ચૂક્વયા હતા. તે નથી ઈચ્છતો કે, તેની દીકરી લગ્નના દિવસે કોઈ દેવામાં ફસાઇ જાય. આ માટે તેમણે આ ખાસ મેસેજ કંકોત્રીમાં છપાવ્યો છે.

જાણો શું છે દાપા પ્રથા?

તેમણે સમાજને દાપા જેવી કુપ્રથામાંથી બહાર નીકાળવા માટે કાર્ડ પર મેસેજ લખ્યો છે. તો ચાલો જાણીએ કે, આખરે આ દાપા પ્રથા શું છે? આદિવાસી વિસ્તારમાં ઝાબુઆમાં દીકરીના લગ્નમાં વરપક્ષે એક નક્કી રકમ લેવાની પ્રથા છે. જેની રકમ 3 થી લઈ 5 લાખ કે પછી તેનાથી પણ વધારે હોય છે. દાપાની રકમ નક્કી થયા બાદ વર પક્ષના લોકો કન્યા પક્ષને આ રકમ આપે છે. કેટલીક વખત દાપા આપવા માટે વર પક્ષના લોકોને દેણું થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં લગ્ન બાદ દીકરી પર પણ દેણું થઈ જાય છે. અને તેને ચૂકવવા માટે તેમણે મજુરી કરવી પડે છે.

વરરાજાના પરિવારે લગ્નની એવી કંકોત્રી છપાવી કે, લોકો જાનમાં આવતા ડરી ગયા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">