Viral Video: ખતરનાક અજગર સાથે રમતી જોવા મળી બાળકી, લોકો પણ વીડિયો જોઈ રહી ગયા સ્તબ્ધ
આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહેલો વીડિયો જોઈને દરેક લોકો દંગ રહી ગયા છે. વાયરલ ક્લિપમાં એક બાળકી અજગર સાથે એવી રીતે રમી રહી છે કે જાણે તે તેનું રમકડું હોય.

સાપ પૃથ્વી પર એક એવો જીવ છે, જેને જોઈને લોકો દૂર ભાગી જાય છે. વાસ્તવમાં, તે એક ઝેરી પ્રાણી છે. જો તે કોઈને કરડે તો તેનો જીવ પણ જઈ શકે છે. જો કે, તમામ સાપ (Snake Viral Video)ની પ્રજાતિઓ ઝેરી હોતી નથી. જેમ કે, અજગર. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તેને હળવાશથી લો. જો અજગર કોઈને પકડે છે તો તે મિનિટોમાં તેના હાડકાં તોડી શકે છે. એટલું જ નહીં તે તેને જીવતો ગળી પણ શકે છે. પરંતુ આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહેલો વીડિયો જોઈને દરેક લોકો દંગ રહી ગયા છે. વાયરલ ક્લિપમાં એક બાળકી અજગર સાથે એવી રીતે રમી રહી છે કે જાણે તે તેનું રમકડું હોય.
વાયરલ થઈ રહેલો આ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો છે, પરંતુ આ જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય. વાયરલ ક્લિપમાં બે વર્ષથી ઓછી ઉંમરનો એક બાળકી એક વિશાળ અજગર સાથે રમતા જોવા મળે છે. તમે જોઈ શકો છો કે અજગર કેટલો વિશાળ અને જાડો છે. ક્યારેક બાળક અજગર પર સૂઈ જાય છે, અને ક્યારેક તેની પીઠ પર બેસે છે. આશ્ચર્યની વાત એ છે કે અજગર બાળકને કોઈ નુકસાન પહોંચાડતો નથી. તો ચાલો જોઈએ આ વીડિયો.
View this post on Instagram
હવે આ વીડિયો જોયા બાદ નેટીઝન્સ વિવિધ બાબતો વિશે વાત કરી રહ્યા છે. કોઈ બાળકના માતા-પિતાને કોસી રહ્યું છે તો કોઈ ડરી રહ્યા છે. ચાલો હવે આવા જ 9 અન્ય ફની અને ચોંકાવનારા વીડિયો પર નજર કરીએ, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.