Viral Video: ઝાડની પાતળી ડાળી પર આરામ કરતો જોવા મળ્યો પાંડા, લોકોએ કહ્યું- ‘ક્યારે પડશે’

Panda Viral Video: પાંડાનો આ ક્યૂટ વીડિયો @buitengebieden_ નામના આઈડીથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે. માત્ર 14 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 62 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Viral Video: ઝાડની પાતળી ડાળી પર આરામ કરતો જોવા મળ્યો પાંડા, લોકોએ કહ્યું- 'ક્યારે પડશે'
giant panda on a thin branch of a tree video viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 3:22 PM

વિશ્વમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. કેટલાક ભયાનક અને ખતરનાક કેટલાક ખૂબ જ શાંત તો કોઈ પ્રાણી આળસુ હોય છે. આ આળસુ પ્રાણીઓમાં પાંડાનું (Panda) નામ ટોચ પર આવે છે, જે મૂળભૂત રીતે રીંછ છે અને મૂળ ચીનનો છે. તેઓ કાં તો ગાઢ વાંસના જંગલોમાં જોવા મળે છે અથવા તો તમને ઘણા પ્રાણી સંગ્રહાલયોમાં (Zoo) પણ જોવા મળશે. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ ખૂબ જ આળસુ પ્રાણીઓ છે. જે તેમનો મોટાભાગનો સમય સૂવામાં અને ખાવામાં વિતાવે છે.

પાંડા ઝાડ પર ચઢવામાં પણ માહેર છે. કેટલીકવાર તેઓ ઝાડ પર ચઢીને પણ સૂઈ જાય છે. આવા જ એક પાંડાનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તે ઝાડની પાતળી ડાળીઓ પર આરામ કરતો જોવા મળી રહ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાંડા કેવી રીતે ઝાડ પર ચડી રહ્યો છે અને એવી મસ્તીમાં આરામ કરી રહ્યો છે કે જાણે તે બેડ પર હોય. આ દરમિયાન તે કંઈક ખાતા પણ જોવા મળે છે, જે વાંસ હોઈ શકે છે, કારણ કે પાંડાના આહારમાં ફક્ત 99 ટકા વાંસ હોય છે. વાંસમાં વાસ્તવમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે.

આ ઉપરાંત તેને સારી રીતે પચી પણ શકાતું નથી, પરંતુ તે પાંડા માટે શ્રેષ્ઠ ખોરાક છે. પાંડા સર્વભક્ષી પ્રાણીઓ હોવા છતાં તેઓ ભાગ્યે જ માંસ અથવા માછલી ખાય છે. સોશિયલ મીડિયા પર પાંડાને લગતા તમામ પ્રકારના વીડિયો અવાર-નવાર વાયરલ થાય છે. જેમાંથી કેટલાક ખૂબ જ ફની હોય છે. વાઈરલ થઈ રહેલો આ વીડિયો પણ એવો જ છે.

વીડિયો જુઓ:

પાંડાનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @buitengebieden_ નામની આઈડી સાથે શેયર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘પાંડા મૂડ’. 14 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 62 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે હું તેના ઝાડ પરથી પડવાની રાહ જોઈ રહ્યો છું, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, હું આગામી જીવનમાં પાંડા બનવા માંગુ છું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Viral Video: બાળક અને ઘોડાનો પ્રેમ ભરેલો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, જૂઓ આ પ્રેમ ભર્યો વીડિયો

આ પણ વાંચો:  Viral Video: ગજબનું બેડમિંટન રમતો જોવા મળ્યો કૂતરો

g clip-path="url(#clip0_868_265)">