Instagram reel : રિતેશ દેશમુખ અને સારા અલી ખાનની ‘તુતુ-મેમે’, સારાના એક શબ્દથી નારાજ થયો એક્ટર

Instagram reel : રિતેશ દેશમુખનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અભિનેત્રી સારા અલી ખાન સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે સારા સાથે "નોક નોક" કરતો જોવા મળી રહ્યો છે.

Instagram reel : રિતેશ દેશમુખ અને સારા અલી ખાનની 'તુતુ-મેમે', સારાના એક શબ્દથી નારાજ થયો એક્ટર
Funny video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 2:00 PM

અભિનેતા રિતેશ દેશમુખ હાલમાં જ રિલીઝ થયેલી તેની મરાઠી ફિલ્મ ‘વેડ’ને કારણે ચર્ચામાં છે. 30 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મમાં રિતેશ તેની પત્ની અભિનેત્રી જેનેલિયા ડિસોઝા સાથે જોવા મળ્યો હતો. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી છે. આ બધાની વચ્ચે રિતેશ દેશમુખનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અભિનેત્રી સારા અલી ખાન સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે સારા સાથે “નોક નોક” કરતો જોવા મળી રહ્યો છે. જો કે, અધવચ્ચે સારાના એક શબ્દથી નારાજ થઈને તે ત્યાંથી નીકળી જાય છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા રિતેશ-સારાનો આ ક્યૂટ વીડિયો એમેઝોન મિનિટીવી શો ‘કેસ તો બનતા હૈ’નો છે. આ એક પ્રોમો વીડિયો છે. જેમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે રિતેશ અભિનેતા વરુણ શર્મા સાથે આ શોને હોસ્ટ કરે છે. આ કોર્ટ કોમેડી શોમાં રિતેશ અને વરુણ પબ્લિક પ્રોસિક્યુટર અને ડિફેન્સ વકીલની ભૂમિકામાં જોવા મળે છે, જ્યારે કુશા કપિલા જજની ભૂમિકામાં જોવા મળે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : અભિનેત્રી સારા અલી ખાન દેશી સ્ટાઈલમાં મળી જોવા, ખાટલા પર બેસીને પોઝ આપ્યા, જુઓ ફોટો

જુઓ, રમુજી વીડિયો

View this post on Instagram

A post shared by Riteish Deshmukh (@riteishd)

રિતેશે શોનો પ્રોમો પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે અભિનેત્રી સારા અલી ખાનને મરાઠીમાં સવાલ કરતા જોવા મળે છે. વીડિયોમાં તેને કહેતા સાંભળી શકાય છે, “હાય સારા. માલા સાંગા તુમ્હારા કુઠલી ગોષ્ટિચા ‘વેડ’ આહે (તમે મને કહો કે તમે શેના પાગલ છો? સારા કહે છે, “નોક નોક” જેનો રિતેશ જવાબ આપે છે, કોણ છે? અને કહે છે, અગ્રવાલ.

રિતેશ વાતને આગળ વધારતા ફરીથી સારાને પૂછે છે કે, અગ્રવાલ કોણ છે? સારા સમજાવે છે, “અગર-વાલ નહીં હોતી તો ઘર ગિર જાતા.” સારાના જવાબથી રિતેશ ચોંકી જાય છે પણ સારા હસી પડે છે. રિતેશ રમુજી ચહેરો બનાવે છે અને મરાઠીમાં કહે છે ‘કા વેદિસ આહે તું! (શું તમે પાગલ છો?) સારા જવાબ આપે છે, ‘આપ વેડ એટલે કે તમે પાગલ છો.’ રિતેશ ચોંકી જાય છે અને તે ત્યાંથી જતો રહે છે. વીડિયોમાં રિતેશ બહાર નીકળતી વખતે કહે છે, તુ વેદી, (તું પાગલ છે) સારા આ જોઈને હસવા લાગે છે અને વેડ (પાગલ) કહે છે.

g clip-path="url(#clip0_868_265)">