AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : અન્ય યાત્રીની મદદ કરવા ટ્રેનથી ઉતર્યો, પણ પોતે જ ના ચઢી શક્યો, ફની Video થયો Viral

Train Viral Video : ટ્રેનના અકસ્માતના અને ટ્રેનમાં થયેલા સ્ટંટના અનેક વીડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. ભારતીય રેલવેની ટ્રેનોમાં ઘણા સારા કામો અને રમજૂ ઘટનાઓ પણ બનતી રહે છે. આવી જ એક ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : અન્ય યાત્રીની મદદ કરવા ટ્રેનથી ઉતર્યો, પણ પોતે જ ના ચઢી શક્યો, ફની Video થયો Viral
Funny Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 7:10 AM
Share

Trending Video : સોશિયલ મીડિયા પર રોજ ભારતીય રેલવે સંબંધિત ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો યુઝર્સને દંગ કરી દે છે, તો કેટલાક વીડિયો યુઝર્સનું દિલ જીતી લે છે. હાલમાં સૌને હસાવીને લોટપોટ કરી નાંખે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાયરલ વીડિયોને (Viral Video) ખુબ પસંદ કરી રહ્યા છે.

આ મજેદાર વીડિયોમાં ભારતીય રેલવેના એક સ્ટેશનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક યાત્રી પોતાના સામાન સાથે ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે, પણ ચાલતી ટ્રેનમાં ચઢવુ તેના માટે મુશ્કેલ બને છે. તેવામાં ટ્રેન કોચના દરવાજા પાસે ઉભો એક બીજો યાત્રી નીચે ઉતરીને તેને ટ્રેનમાં ચઢાવવાનો પ્રયાસ કરે છે. તે યાત્રી સામાન સહિત ટ્રેનમાં ચઢી જાય છે. પણ ભલાઈ કરવા ગયેલો બીજો યાત્રી નીચે જ રહી જાય છે. સ્ટેશનનો અંતિમ ભાગ આવી જતા તે ટ્રેનમાં ચઢી શકતો નથી.

આ પણ વાંચો : Viral Video : ચાલતી ટ્રેનમાંથી ઉતરવુ પડયુ ભારે, ભયાનક દુઘર્ટનામાં ટ્રેન નીચે આવતા માંડ માંડ બચ્યો જીવ

આ રહ્યો એ રમૂજી વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by Meemlogy (@meemlogy)

આ પણ વાંચો : વ્યક્તિ 6 કલાક સુધી પરેશાન, અધિકારીઓ પાસેથી મદદ ન મળી, બાદમાં સાપને ઓફિસમાં છોડી દીધો

ભારતીય રેલવેના આવા દ્રશ્યો તમે પહેલા ભાગ્યે જ જોયા હશે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @meemlogy નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખુબ શેયર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈને હસી હસીને લોટપોટ થયા છે.

આ પણ વાંચો : Singing Viral Video : અનિલ કપૂરની ફિલ્મનું ગીત ગાઈને આ જોડીએ જીત્યા દિલ, લોકોએ કહ્યું- રિયલ ટેલેન્ટ

અનેક સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ધરમ કરતા ધાડ પડી. બીજા એક યુઝરે લખ્યું છે, ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. ટ્રેનમાં સવાર લોકોએ પણ તેની મદદ નહીં કરી. અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ વીડિયો રમજૂ માટે જાણી જોઈને બનાવવામાં આવ્યો હોય તેવુ લાગી રહ્યું છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">