AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : ચાલતી ટ્રેનમાંથી ઉતરવુ પડયુ ભારે, ભયાનક દુઘર્ટનામાં ટ્રેન નીચે આવતા માંડ માંડ બચ્યો જીવ

Train Viral Video : ટ્રેનના અનેક વીડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. આ વીડિયોમાં સૌથી વધારે વીડિયો તમે ટ્રેનના અકસ્માત કે લોકોના સ્ટંટના જોયા હશે. હાલમાં ભારતીય રેલવેનો આવો જ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : ચાલતી ટ્રેનમાંથી ઉતરવુ પડયુ ભારે, ભયાનક દુઘર્ટનામાં ટ્રેન નીચે આવતા માંડ માંડ બચ્યો જીવ
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 12:41 PM
Share

Shocking Video :  સોશિયલ મીડિયામાં રોજ વાયરલ વીડિયોનો ખજાનો દિવસેને દિવસે વધી રહ્યો છે. રોજ વાયરલ થતા વાયરલ વીડિયોમાં કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને લોકો દંગ થઈ જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક યુવકના સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવકની તમામ હોશિયારી 5 સેકેન્ડમાં ઉતરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral) થયો છે.

ભારતીય રેલવેમાં રોજબરોજ નાના-મોટા અકસ્માતો થતા રહે છે. તેમાંથી કેટલાક અકસ્માત મોબાઈલ કે સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા હોય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચાલતી ટ્રેનમાંથી એક યુવક નીચે ઉતરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. તેના બંને હાથ હજુ ટ્રેનના હેન્ડલ પર છે પણ નિયંત્રણ બગડતા તે સીધો જમીન પર પટકાય છે.

આ પણ વાંચો : Singing Viral Video : અનિલ કપૂરની ફિલ્મનું ગીત ગાઈને આ જોડીએ જીત્યા દિલ, લોકોએ કહ્યું- રિયલ ટેલેન્ટ

આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો

આ પણ વાંચો : અરે વાહ…શું ટેલેન્ટ છે ! યુવકે મોઢાથી વગાડ્યુ સંગીત, સાંભળીને લોકો થયા મંત્રમુગ્ધ, જુઓ- VIDEO

એક સમયે એવુ લાગે છે કે તે ટ્રેનના વ્હીલની નીચે આવીને મૃત્યુ પામ્યો. તે ફરી ઊભો થઈને, પોતાની સાથે બનેલી ઘટના અંગે વિચારતો રહે છે. ટ્રેનમાં બેઠેલા લોકો પણ આ ઘટનાને જોઈને દંગ રહી જાય છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યું, પણ વીડિયો આપણા સૌ માટે બોધપાઠ સમાન છે.

આ પણ વાંચો : Gadar 2 : હેન્ડપંપ ઈઝ બેક…!!! ટ્રેલરમાં હેન્ડપંપ જોઈને ફેન્સ થયા ખુશ, બની રહ્યા છે જોરદાર મીમ્સ

સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આવા કામ ના કરો ભાઈ. બીજા એક યુઝરે લખ્યું છે કે, તેથી જ કહેવાય છે કે બાળકોને ભણાવો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, આવા લોકો સાથે આવુ જ થવુ જોઈએ.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">