Funny Video: ચપ્પલ પહેરવાનું ભૂલ્યો જેઠાલાલ ! તો ભીડેએ આવી રીતે ઉડાવી મજાક
હાલ સોશિયલ મીડિયામાં જેઠાલાલ અને ભીડેનો કાર્ટુન વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમા ભીડે જેઠાલાલની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મોસ્ટ પોપ્યુલર ટીવી શો છે, જે 28 જુલાઈ 2008થી સોની સબ ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. આ શો કોમેડીની સાથે શીખ પણ આપે છે. બાળકોથી લઈને મોટા સુધી દરેક લોકો આ શોના ચાહકો છે. ત્યારે સોશિય મીડિયામાં આ શોને લઈને ઘણી રિલ્સ તો ઘણા એનીમેશન કાર્ટુન બનતા હોય છે.
તારક મહેતાનો કાર્ટુન વીડિયો થયો વાયરલ
ત્યારે હાલ સોશિયલ મીડિયામાં જેઠાલાલ અને ભીડેનો કાર્ટુન વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જેઠા લાલ ગોકુલધામ સોશાયટીના પ્રાંગણમાં જોવા મળે છે ત્યાંથી ભીડે પસાર થતો દેખાય છે, અહીં ભીડે જેઠાલાલને ગુડ મોર્નિંગ કહી તે કઈક ભૂલી ગયો છે તેમ કહે છે. સામે જેઠાલાલ કહે છે કે ભાઈ હું શું ભુલી ગયો?
ભીડે અને જેઠાલાલની વાતચીત
આ વખતે ભીડે કહે છે તુ જાતે વીચાર તેના પર જેઠાલાલ ચીડાઈને કહે છે બોલને ભાઈ ! ત્યારે ભીડે તેને થેન્ક્યુ બોલવા કહે છે સામે જેઠાલાલ કહે છે કે સારુ ચલ થેન્કયુ હવે તો બોલ.
જેઠાલાલ ચપ્પલ પહેરવાનું ભૂલ્યો
જે બાદ ભીડે કહે છે કે જેઠાલાલ તુ ચપ્પલ પહેરવાનું ભૂલી ગયો છે. અને મોટેથી હસવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો જેઠા અને ભીડેની વાત પર અલગ અલગ રીલ પણ બનાવી રહ્યા છે.
