AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: દેડકા અને કૂતરા વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર, લોકોએ કહ્યું લાઈફમાં આટલો કોન્ફિડન્સ જોઈએ છે

આ 14 સેકન્ડની ક્લિપ મંગળવારે IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું- દેડકો કૂતરાને પરેશાન કરે છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 40 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Viral: દેડકા અને કૂતરા વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર, લોકોએ કહ્યું લાઈફમાં આટલો કોન્ફિડન્સ જોઈએ છે
Frog Fight with dog (Image Credit Source: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 6:34 AM
Share

ઈન્ટરનેટની દુનિયા ફની વીડિયોથી ભરેલી છે. ક્યારેક સોશિયલ મીડિયા (Social Media)પર એવા વીડિયો અપલોડ કરવામાં આવે છે જે આવતા જ ધૂમ મચાવી દે છે. એક તરફ આવા વીડિયો જોઈને આશ્ચર્ય પણ થાય છે, તો બીજી તરફ આવા વીડિયો જોઈ ખુબ હસવું પણ આવે છે. જેના પર યુઝર્સ ખૂબ એન્જોય કરે છે. આ દિવસોમાં પણ આવો જ એક વીડિયો (Funny Viral Video)લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક દેડકો કૂતરા સાથે લડતો જોવા મળે છે. આ જોયા પછી તમે પણ તમારા હાસ્યને કાબૂમાં નહીં રાખી શકો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરો દેડકા સાથે મસ્તી કરી રહ્યો છે, જેના પર દેડકો ડર્યા વગર તેનો સામનો કરે છે અને કૂતરા પર બહાદુરીથી હુમલો કરે છે. તે કૂદીને કૂતરા પર હુમલો કરતો જોવા મળે છે. એટલું જ નહીં દેડકો કૂતરાને મોંથી પકડીને બહાદુરીથી લડે છે. ચોક્કસ દેડકાની આ બહાદુરીએ લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.

આ 14 સેકન્ડની ક્લિપ મંગળવારે IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું- દેડકો કૂતરાને પરેશાન કરે છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 40 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપ જોયા બાદ ઘણા યુઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, ‘મને લાગે છે કે તેઓ લડી રહ્યાં નથી, તેઓ એકબીજાની સાથે રમી રહ્યાં છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘મને બસ આટલા આત્મવિશ્વાસની જરૂર છે.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

આ પણ વાંચો: વૈશ્વિક તણાવ ભારત અને સમગ્ર વિશ્વમાં આર્થિક રિકવરી પર ગંભીર અસર કરશેઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

આ પણ વાંચો: Assembly Election 2022: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન 1000 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને દારૂ જપ્ત

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">