Assembly Election 2022: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન 1000 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને દારૂ જપ્ત

સાત તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને 7 માર્ચે પૂરી થશે. મતગણતરી 10 માર્ચે થશે.

Assembly Election 2022: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન 1000 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને દારૂ જપ્ત
Assembly Election 2022 News (Symbolic News)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 11:53 PM

પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Elections) ચૂંટણી પંચે (Election Commission) અત્યાર સુધીમાં 1,000 કરોડ રૂપિયાથી વધુની રોકડ, દારૂ અને મફત વિતરણની વસ્તુઓ જપ્ત કરી છે. 2017માં યોજાયેલી ચૂંટણીની સરખામણીમાં આ પ્રકારની જપ્તીમાં લગભગ ચાર ગણો વધારો થયો છે. ચૂંટણી પંચના એક નિવેદન અનુસાર, પંજાબ તમામ રાજ્યોમાં જપ્તીના મામલામાં ટોચ પર છે, જ્યાં 510.91 કરોડ રૂપિયાની જપ્તી કરવામાં આવી હતી. તે પછી ઉત્તર પ્રદેશ (રૂ. 307.92 કરોડ), મણિપુર (રૂ. 167.83 કરોડ), ઉત્તરાખંડ (રૂ. 18.81 કરોડ) અને ગોવા (રૂ. 12.73 કરોડ) આવે છે.

પાંચ રાજ્યોમાં કુલ જપ્તી 1,018 કરોડ રૂપિયાથી વધુ છે. આ હેઠળ, આ રાજ્યોમાં 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કુલ રૂ. 299.84 કરોડની જપ્તી કરતાં આ લગભગ ચાર ગણો વધારો છે. પાંચ રાજ્યોમાં કુલ 140.29 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે, જ્યારે 99.84 કરોડ રૂપિયાની કિંમતનો 82 લાખ લિટરથી વધુનો દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ  569.52 કરોડ રૂપિયાના માદક પદાર્થો,  115.054 કરોડ રૂપિયાની કિંમતી ધાતુઓ અને 93.5 કરોડ રૂપિયાની મફત ભેટો પણ જપ્ત કરવામાં આવી હતી.

કમિશને કહ્યું કે ઉપરોક્ત જપ્તીના આંકડાઓ ઉપરાંત એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ પંજાબમાં 109 કરોડ રૂપિયાના માદક પદાર્થો અને ઉત્તર પ્રદેશનો આઠ લાખ લીટરથી વધુનો દારૂ જપ્ત કર્યો હતો. કમિશને કહ્યું કે તેણે બહુપક્ષીય વ્યૂહરચના દ્વારા પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્વેના ખર્ચની દેખરેખને મજબૂત બનાવી છે. સાથે જ 228 એક્સ્પેન્ડીચર સુપરવાઈઝર તૈનાત કરાયા હોવાનું પણ જણાવ્યું હતું. સાત તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને 7 માર્ચે પૂરી થશે. મતગણતરી 10 માર્ચે થશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા બેઠકો પર 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં મતદાન થશે. યુપીમાં પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી, છઠ્ઠા તબક્કાની ચૂંટણી 3 માર્ચે અને સાતમા તબક્કાનું મતદાન 7 માર્ચે થશે. મણિપુરમાં 60 બેઠકો માટે 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે બે તબક્કામાં મતદાન યોજાશે.

આ પણ વાંચો :  Russia Ukraine Crisis: યુક્રેનની ગંભીર પરિસ્થિતિને પગલે ભારતીયો ચિંતિત, આ રાજ્ય સરકારોએ કેન્દ્રને કરી અપીલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">