AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વૈશ્વિક તણાવ ભારત અને સમગ્ર વિશ્વમાં આર્થિક રિકવરી પર ગંભીર અસર કરશેઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રીના જણાવ્યા અનુસાર, રશિયા-યુક્રેન ઘટનાક્રમ ભારતની વિકાસ અપેક્ષાઓ માટે એક મોટો પડકાર તરીકે સામે આવ્યો છે.

વૈશ્વિક તણાવ ભારત અને સમગ્ર વિશ્વમાં આર્થિક રિકવરી પર ગંભીર અસર કરશેઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ
Finance Minister Nirmala Sitharaman (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 11:55 PM
Share

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા તણાવને કારણે મહામારી બાદ ભારત અને વિશ્વભરની અર્થવ્યવસ્થામાં (Economy) આવી રહેલી રિકવરી પર ગંભીર અસર પડશે. તેમણે કહ્યું કે માનવતા માટે અને અર્થવ્યવસ્થામાં રિકવરીને મજબૂત કરવા માટે પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી વૈશ્વિક શાંતિ ક્યારેય આટલી જોખમાય નથી. રશિયા-યુક્રેન ઘટનાક્રમ ભારતની વિકાસ અપેક્ષાઓ માટે એક મોટો પડકાર તરીકે સામે આવ્યો છે. હાલમાં, રશિયન દળો યુક્રેનની સરહદની અંદર છે અને તણાવ સતત વધી રહ્યો છે અને આ કારણોસર યુરોપીયન અને અમેરિકન દેશોએ રશિયા સામે કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. જેના કારણે ફરીથી આર્થિક સુધારા પર અસર થવાની સંભાવના છે.

ભારતના વિકાસ સામે નવો પડકાર

એશિયા ઈકોનોમિક ડાયલોગમાં બોલતા નાણામંત્રીએ કહ્યું કે દેશની વૃદ્ધિ સાથે એક નવો પડકાર ઉભો થયો છે અને બીજા વિશ્વયુદ્ધ પછી, આ પ્રકારનો તણાવ વિશ્વભરમાં ક્યારેય જોવા મળ્યો નથી. એવી આશંકા છે કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વની આર્થિક રીકવરી પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.

માનવતા માટે તે જરૂરી છે કે રીકવરી કોઈપણ અવરોધ વિના ચાલુ રહે. યુક્રેન પર હુમલાની સાથે જ કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે અને કિંમતો પ્રતિ બેરલ 100 ડોલરને પાર પહોંચી ગઈ છે. આના કારણે ભારતના આયાત બિલમાં વધારો જોવા મળી શકે છે, જેના કારણે અર્થવ્યવસ્થા પર તેની અસર નકારાત્મક સાબિત થવાની આશંકા સેવાઈ રહી છે.

આ સંકટની ભારત પર પડશે ખરાબ અસર

નોમુરાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એશિયામાં ભારત આ તણાવથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંથી એક બની શકે છે. રિસર્ચ કંપનીના રિપોર્ટ અનુસાર, તેલ અને ખાદ્યપદાર્થોની કિંમતોમાં કાયમી વધારાથી એશિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થવાની આશંકા છે. આમાં મોંઘવારી, ભૌતિક સંતુલન અને આર્થિક વૃદ્ધિ પર અસર થશે.

ભારત હાલમાં મહામારીની અસરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકાર હાલમાં ખર્ચ વધારીને માગ વધારવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, વધતી જતી મોંઘવારીના કારણે સરકાર પાસે સંસાધનો મર્યાદિત રહેશે અને માગ વધારવાના પ્રયાસો પર ખરાબ અસર જોવા મળશે.

આ પણ વાંચો :  વાયરલ થઈ રહ્યો છે 500 રૂપિયાની નોટ અંગેનો નકલી મેસેજ, જાણો કેવી રીતે ઓળખશો તમારી નોટ અસલી છે કે નકલી ? 

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">